Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: સી પ્લેન સેવા રિપેરિંગના નામે છેલ્લા 11 મહિનાથી બંધ,જુઓ ક્યારે પુન:શરૂ થશે મહત્વકાંક્ષી પ્રોજેકટ

સી-પ્લેન વારંવાર મરામત માટે બહાર લઇ જવું પડે છે. આ સુવિધા શરૂ થયાને 11 મહિના થયા છે પરંતુ તે પૈકી સાત મહિના તો બંધ રહી છે.

X

ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી અમદાવાદના રિવરફ્રન્ટ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સુવિધાને રિપેરીંગનું ગ્રહણ લાગી ચૂક્યું છે. સી-પ્લેન વારંવાર મરામત માટે બહાર લઇ જવું પડે છે. આ સુવિધા શરૂ થયાને 11 મહિના થયા છે પરંતુ તે પૈકી સાત મહિના તો બંધ રહી છે.

31મી ઓક્ટોબર 2020માં રિવરફ્રન્ટ થી કેવડિયા સુધી આ સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી.આ સર્વિસમાં એક સાથે 19 લોકો બેસી શકે છે.અત્યાર સુધીમાં 2500 જેટલા લોકોએ તેમાં મુસાફરી કરી છે. ચોંકાવનારી બાબત તો એવી છે કે આ સર્વિસ શરૂ થયા પછી અત્યાર સુધીમાં 200થી વધુ દિવસો સુધી બંધ રહી છે, કારણ કે તેના એરક્રાફ્ટને મરામત કામ માટે વારંવાર માલદિવ્સ મોકલવામાં આવ્યું છે. વર્તમાનમાં હાલ સ્પાઇસ જેટની પેટા કંપની સ્પાઇસ શટલ સી-પ્લેન ચલાવે છે. આ સર્વિસ માટે વિમાન ઉત્પાદકો સાથે ચર્ચા ચાલી રહી છે પરંતુ નવા પ્લેન ક્યારે આવશે તે નિશ્ચિત નથી. રાજ્યની તત્કાલિન વિજય રૂપાણીની સરકારમાં સિવિલ એવિએશન વિભાગ સંભાળતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેન્દ્રના એવિયેશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને એક પત્ર લખીને ગુજરાતમાં સી-પ્લેન ખરીદવા 120 કરોડ રૂપિયાની માંગણી કરી હતી પરંતુ સરકારના નેતૃત્વ પરિવર્તન થતાં હવે નવી સરકારમાં ફરીથી માંગણી કરવાની થાય છે. રાજ્યના સિવિલ એવિએશન મંત્રી પૂર્ણેશ મોદી નું કહેવું છે કે તેઓ સી-પ્લેનની માગણી પર ઝડપથી નિર્ણય લેવાય તે માટે પ્રયાસ કરશે.

Next Story