દૂધ સાગર ડેરીના કરોડો રૂપિયાના કૌભાંડ મામલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું પણ તપાસમાં નામ ખુલતા મહેસાણા કોર્ટે બંનેને 6 ઓક્ટોબરે સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે આ બાબતે બન્ને નેતાઓએ આજરોજ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
દૂધ સાગર ડેરીના કરોડો રૂપિયાના કૌભાંડ મામલે ACBએ ગુનો નોંધીને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. આ કેસમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું પણ તપાસમાં નામ ખુલતા મહેસાણા કોર્ટે બંનેને 6 ઓક્ટોબરે સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. જેથી હવે અર્જુન મોઢવાડીયા અને શંકરસિંહ વાઘેલા 6 ઓક્ટોબરે મહેસાણામાં સાક્ષી હુકાંર મહાસભા કરશે. બંને મોટા નેતાઓના નામ ખુલતા બંને એક પક્ષમાં ના હોવા છતાં સાથે મળીને 6 ઓક્ટોબરે મહેસાણામાં મહાસભા યોજાશે. આ મહાસભામાં વિપુલ ચૌધરીના સમર્થકો સહિત હજારો લોકો આવવાના છે.અમદાવાદ ખાતે બને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું વિપુલ ચૌધરી સામે ડેરી અંગે જે કોઈપણ કેસ હોય તો કાયદા પ્રમાણે કાયદો કામ કરે. વિપુલ ચૌધરીની ભલામણ કેમ કરી તે અંગે અમારી પાસે ખુલાસો માંગવામાં આવશે તો અમે ખુલાસો આપીશું. ભલામણ કરવી કોઈ ગુનો નથી. કિન્નખોરીથી ડબલ એન્જીન સરકાર અમને હેરાન કરવાનું નક્કી કર્યું છે.
તો અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે અમને સમન્સ આવ્યું છે તેનો જવાબ અમે જરૂરીથી આપીશું. વિપુલ ચૌધરી ચૂંટણી સમયે શરણાગતિ સ્વીકારતા નહોતા એટલે જેલમાં ગયા છે.સુરેન્દ્રનગરમાં સુર સાગર ડેરી અને બીજી ડેરીઓ કમલમમાં ભોગ ધરે છે. શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસી મામલે સંકેત આપતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે આતુરતાનો અંત જલ્દી આવશે. હાઇકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં છે.અમારા પ્રદેશના નેતાઓની લાગણી પણ શંકરસિંહ કોંગ્રેસમાં પરત આવી જાય એવી જ છે.