અમદાવાદ : માતૃ દિવસની ખોખરા ગામ સંગઠન દ્વારા રક્તદાન શિબિર થકી વિશેષ ઉજવણી કરાય...

આજરોજ વિશ્વ મધર્સ ડે નિમિત્તે અમદાવાદ શહેરના ખોખરા અને મણિનગર વિસ્તારમાં ખોખરા ગામ સંગઠન દ્વારા રક્તદાન શિબિરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ : માતૃ દિવસની ખોખરા ગામ સંગઠન દ્વારા રક્તદાન શિબિર થકી વિશેષ ઉજવણી કરાય...
New Update

આજરોજ વિશ્વ મધર્સ ડે નિમિત્તે અમદાવાદ શહેરના ખોખરા અને મણિનગર વિસ્તારમાં ખોખરા ગામ સંગઠન દ્વારા રક્તદાન શિબિરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આજે તા. 14મેના રોજ વિશ્વ મધર ડે નિમિત્તે અમદાવાદ શહેરના ખોખરા અને મણિનગર વિસ્તારમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખોખરા ગામ સંગઠન દ્વારા માતૃ દિવસને સમર્પિત સ્વૈછિક રક્તદાન શિબિરનું દિવસ દરમ્યાન આયોજન કરાયું હતું. જેમાં ડો. અભિષેક પંડ્યા અને ડો. યશ પટેલના સહકારથી રક્તદાન શિબિરમાં 101 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખોખરા પોલિસ મથકના પીઆઇ એ.વાય.પટેલે પણ તેઓની માતાને વિશ્વ માતૃ દિવસે યાદ કરીને સ્વયં રક્તદાન કરીને યુવાઓ માટે પ્રેરક બન્યા હતા. ખોખરા ગામ સંગઠન દ્વારા એકત્રિત કરાયેલ રક્તને ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિને જરૂર પડે તો ઉપલબ્ધ કરાવી આપવાની બ્લડબેંક પાસેથી બાહેંધરી મેળવી હતી.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #Blood Donation Camp #organization #Mothers day #Special celebration #Khokhra village
Here are a few more articles:
Read the Next Article