/connect-gujarat/media/post_banners/a0dd2689841fb5dbc825fc897aa8d1bdd046dec39e7d7476f16100e5336dc986.webp)
હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમા ગંદકી કરનાર દુકાનદાર વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. અને આવી ગંદકી કરનાર ની દુકાનને સીલ કરી દંડની કાર્યવાહી હાથ ધરાશે. આ અંગે ખુદ AMC કમિશનરે રાઉન્ડ લઈને રોડ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.
જેમાં શહેરમાં 271 જગ્યાએ તપાસ કરી 219 લોકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે નોટિસ ફટકારી કુલ 28 હજાર 350 રૂપિયા જેટલો દંડ પણ ફટકાર્યો છે.અમદાવાદમાં સફાઈ મામલે મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને જાહેર રોડ પર કચરો ફેકનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શાહીબાગ વોર્ડના દ્વારા ડફનાળા ચાર રસ્તા અને રાજસ્થાન હોસ્પિટલ સહિત ના વિસ્તારો તો બીજી બાજુ પશ્ચિમ વિસ્તારમાં વાસણા, નવરંગપુરા, મેમનગર, નારણપુરા અને પકવાન ચાર રસ્તા સહિતના વિસ્તારમાં જાહેરમાં કચરો ફેંકનાર કુલ 9 પાન પાર્લર, હોટલ અને દુકાનોને સીલ કરી દેવાઈ છે. જ્યારે 1.23 લાખથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.શહેરમાં 271 જગ્યાએ તપાસ હાથ ધરી 219 લોકોને નોટિસ આપવામાં આવી અને 28,350 જેટલો દંડ પણ કરવામાં આવ્યો. જણાવી દઇએ કે, ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા માર્ટિનો'ઝ પિઝા, નવરંગપુરા લવકુશ પાન પાર્લર સહિતના 8 એકમોને ગંદકી બાબતે સીલ કરવામાં આવ્યા છે