અમદાવાદ : પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2.૦ હેઠળ સિસ્ટમ અપગ્રેડ થતા પ્રોસેસિંગમાં આવી ઝડપ,અરજદારોને એપોઈન્ટમેન્ટના ધક્કામાંથી મુક્તિ મળી

અમદાવાદીઓ માટે રિજનલ પાસપોર્ટ ઓફિસે માનવીય અભિગમ અપનાવી, દરરોજ 100 વધારાની એપોઈન્ટમેન્ટ્સ સાથે સીધી પૂછપરછના દ્વાર ખોલ્યા છે.

New Update
  • પાસપોર્ટ અરજદારોને મળશે હવે રાહત

  • રિજનલ પાસપોર્ટ ઓફિસનો માનવીય અભિગમ

  • પાસપોર્ટ ઓફિસનો ટેકનોલોજી અને સેવાનો સમન્વય

  • સામાન્ય નાગરિકો માટે મોટી રાહતનો અવસર

  • પાસપોર્ટ માટે પૂછપરછમાં એપોઇન્મેન્ટની નહીં પડે જરૂર 

અમદાવાદીઓ માટે રિજનલ પાસપોર્ટ ઓફિસે માનવીય અભિગમ અપનાવીદરરોજ 100 વધારાની એપોઈન્ટમેન્ટ્સ સાથે સીધી પૂછપરછના દ્વાર ખોલ્યા છે. ટેકનોલોજી અને સેવાનો આ સમન્વય સામાન્ય નાગરિકો માટે મોટી રાહત લઈને આવ્યો છે.

અમદાવાદ પાસપોર્ટ ઓફિસે વર્ષ 2026ની શરૂઆતથી વ્યવસ્થામાં મહત્વના ફેરફાર કર્યા છે. વધતી માંગને પહોંચી વળવા દરરોજ 100 નવી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ્સ ઉમેરવામાં આવી છે. તંત્રએ હવે ડિજિટલ અવરોધો દૂર કરી દર સોમવાર અને બુધવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી સીધી પૂછપરછની છૂટ આપી છે. આ ફેરફારને કારણે અરજદારો પૂર્વ એપોઈન્ટમેન્ટ વગર પણ રૂબરૂ મળીને પોતાના દસ્તાવેજોની ચકાસણી કરાવી શકશે.

લાંબા સમયથી વેઈટિંગ લિસ્ટનો સામનો કરી રહેલા અરજદારોએ આ નવી વ્યવસ્થાને વધાવી લીધી છે. એપોઈન્ટમેન્ટની હાલાકી ઘટતા હવે સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક બની છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાને બદલે અરજદારો સીધા અધિકારીઓનો સંપર્ક કરી રહ્યા છેજેનાથી સમયની બચત સાથે માનસિક શાંતિ પણ મળી રહી છે.

પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2.૦ હેઠળ સિસ્ટમ અપગ્રેડ થતા પ્રોસેસિંગમાં અભૂતપૂર્વ ઝડપ આવી છે. ઓફિસમાં ભીડ ઘટતા સરકારી કામકાજમાં જે પારદર્શિતાની અપેક્ષા હતી,તે અહીં સાકાર થતી જણાય છે. તંત્રનો આ સકારાત્મક બદલાવ પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને વધુ લોકાભિમુખ બનાવી રહ્યો છે.

Latest Stories