અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાની વરણીનો વિવાદ તાંત્રિક વિધિ સુધી પહોંચી ગયો છે. વિપક્ષના નેતા શહેઝાદ પઠાણ અને ધારાસભ્ય શૈલેષ પરમારને ઠેકાણે પાડવા કોંગ્રેસની મહિલા કોર્પોરેટરને તાંત્રિકનો સહારો લીધો હોવાની વાયરલ થયેલી ઓડિયો કલીપ ટોક ઓફ ધ સ્ટેટ બની છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ અને દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાની ઓડીયો કલીપ હાલ ચર્ચામાં છે. દાણીલીમડાના જ મહિલા કોર્પોરેટર જમનાબેન વેગડા તાંત્રિક સાથે વાત કરી રહયાં હોવાનું કલીપમાં જણાય છે પણ કનેકટ ગુજરાત આ કલીપની સત્તાવાર પુષ્ટિ કરતું નથી. કલીપ વાયરલ થયા બાદ કોંગ્રેસમાં ચાલતો આંતરિક જુથવાદ સપાટી પર આવી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહા નગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાનની વરણીનો તેમના જ પક્ષના નગરસેવકો વિરોધ કરી રહયાં છે.રાજયમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચુંટણી યોજાવાની છે તેવામાં કોંગ્રેસને તેમના પક્ષનો આંતરિક જુથવાદ ડુબાડી રહયો છે.