Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : જાહેર સ્થળોએ શરૂ કરાયાં ટેસ્ટીંગ ડોમ, દિવાળી બાદ તંત્ર બન્યું સર્તક

અમદાવાદમાં ઠેર ઠેર ટેસ્ટીંગ ડોમ શરૂ કરી દેવાયાં છે. દિવાળીના તહેવાર બાદ રાજ્યભરમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

X

દિવાળીના તહેવારો પુર્ણ થયા બાદ હવે લોકો ફરી પોતાના કામમાં જોતરાય રહયાં છે ત્યારે કોરોનાના સંક્રમણને રોકવા તંત્ર પણ એકશનમાં આવ્યું છે અને અમદાવાદમાં ઠેર ઠેર ટેસ્ટીંગ ડોમ શરૂ કરી દેવાયાં છે. દિવાળીના તહેવાર બાદ રાજ્યભરમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના કહેર દરમિયાન સૌથી વધારે કેસ નોંધાયાં હતાં તેવા અમદાવાદમાં તંત્ર એકશનમાં આવ્યું છે. અમદાવાદમાં ગીતા મંદિર બસ ડેપો , રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ કોરોનાના ટેસ્ટ માટે ડોમ ઉભા કરાયાં છે. આ ડોમ હાલમાં ફરજિયાત ટેસ્ટિંગ માટે નથી. અને સાથે સાથે કોઈને રસીનો બીજો ડોઝ લેવો હોય તો તે પણ આપવામાં આવી રહ્યો છે.

દિવાળીના તહેવાર બાદ અમદાવાદ વાસીઓ જે પ્રમાણે બહાર ફરીને પાછાં આવ્યા ત્યારે કોરોના કેસમાં એકદમ ઉછાળો આવતાની સાથે જ તંત્ર તરતજ હરકતમાં આવી ગયું છે. અમદાવાદ બે દિવસમાં અલગ અલગ બે વિસ્તારમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જે સ્પષ્ટ બતાવે છે કે ગત વર્ષની જેમાં આ વર્ષે પણ દિવાળી બાદ કોરોના કેસમાં વધારો થયો છે. પરંતુ બીજી લહેર જેવી સ્થિતિ ના સર્જાય તેના માટે તંત્ર તમામ તૈયારીઓ કરી ચુકી છે.

Next Story