Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વાહનો પર લખાણ લખાવતાં પહેલાં ચેતજો, પોલીસની નજરે ચઢયાં તો આવી બની સમજો

વાહનો પર લખાતાં લખાણ અંગે પરિપત્ર બહાર પડાયો, સત્તાનો દુરઉપયોગ કરનારાઓ સામે પોલીસ કરશે કાર્યવાહી.

X

અમદાવાદ સહિત રાજયભરમાં વાહનચાલકો પોતાનો રોફ જમાવવા માટે લાલ રેડીયમથી ગ્રેસ ઓફ ગોડ અને ગરવી ગુજરાત સહિતના લખાણો લખાવતાં હોય છે. આ રીતે પોલીસની આંખોમાં ધુળ ઝોકવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.

રાજયમાં કેટલાય વાહનચાલકો તેમના વાહનો પર લાલ રેડીયમથી ગ્રેસ ઓફ ગોડ અને ગરવી ગુજરાત લખાવતાં હોય છે. નંબર પ્લેટ તથા વાહન પર અન્ય સ્થળે લખાયેલા લખાણના કારણે આ વાહન સરકારી હોય તેમ લાગે છે અને પોલીસ જવાનો પણ કાર્યવાહી કરતાં ખચકાટ અનુભવતાં હોય છે. આવા વાહન ચાલકો સામે હવે સરકારે લાલ આંખ કરી છે.

તારીખ 15મી ઓગષ્ટથી આવા વાહનચાલકો સામે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નિયમોનો ભંગ કરનારાઓ સામે વાહન અધિનિયમ 25મી જોગવાઈ અને કેન્દ્ર મોટર વ્હીકલ કલમ 177 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસની આંખમાં ધુળ ઝોકવા અસામાજીક તત્વો આ પ્રકારના લખાણો લખાવતાં હોવાનું પોલીસના પણ ધ્યાને આવ્યું છે. ગૃહ વિભાગના પરિપત્ર બાદ હવે આવા વાહનચાલકો પર બાજ નજર રાખશે. પોલીસની કાર્યવાહીથી બચવા વાહનચાલકો તેમના વાહનો પરથી લખાણો સ્વેચ્છાએ હટાવી લે તે હિતાવહ છે.

Next Story