Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કાપડ વેપારીઓના ડૂબી ગયેલા રૂ. 11 કરોડ પોલીસે પરત અપાવ્યા, ગૃહમંત્રીના હસ્તે પોલીસકર્મીઓનું સન્માન

કાપડ માર્કેટના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર બહારના રાજ્યના લેભાગુ વેપારીઓ સામે SITની રચના કરી માત્ર 10 દિવસમાં કેસ ક્લિયર કરવામાં આવ્યો છે

X

અમદાવાદમાં સમસ્ત મહાજન કાપડ માર્કેટના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર બહારના રાજ્યના લેભાગુ વેપારીઓ સામે SITની રચના કરી માત્ર 10 દિવસમાં કેસ ક્લિયર કરવામાં આવ્યો છે, ત્યારે વેપારીઓને કરોડો રૂપિયા પરત અપાવવા બદલ બાહોશ પોલીસકર્મીઓને રાજ્યના ગૃહમંત્રીની ઉપસ્થિતીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ મસ્કતી માર્કેટના વેપારીઓના કરોડ રૂપિયા બહારના રાજ્યના વેપારીઓના હાથે ડૂબી ગયા હતા. જે રૂપિયા પરત આવે તે માટે રાજ્યના ગૃહ પ્રધાનના આદેશથી સેક્ટર-2ના આઇજી JCP ગૌતમ પરમારે એક SIT બનાવી હતી. આ SITએ છેલ્લા થોડા સમયમાં જ કુલ 11.50 કરોડ રૂપિયાની માતબર રકમ વેપારીઓને પરત અપાવી છે. એટલું જ નહીં, ગત મહિનામાં પણ 7 PSI મળી કુલ 89 પોલીસકર્મી અને SIT વેપારીઓના ડૂબી ગયેલા 4 કરોડ રૂપિયા પરત લાવ્યા હતા. જે માટે તમામ પોલીસકર્મીઓનું રાજ્યના ગૃહપ્રધાનન હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પોલીસ કમિશનર દ્વારા રોકડ ઇનામ અને સેક્ટર-2ના આઇજી ગૌતમ પરમાર દ્વારા પ્રશંસા પત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જ મસકતી માર્કેટના વેપારીઓએ પણ પોલીસકર્મીઓને પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું.

રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને છેલ્લા ઘણા સમયથી મસ્કતી માર્કેટ વેપારી દ્વારા ફરિયાદ મળી હતી કે, તેમનો માલ ખરીદનાર અન્ય રાજ્યના વેપારીઓ તેમની સાથે ઠગાઇ કરે છે, અને વારંવાર ઠગાઇ આચરી કરોડો રૂપિયાનું કાપડ લઇને રૂપિયા પણ આપતા નથી. જેથી રાજ્યના ગૃહપ્રધાન સેકટર-2ના JCP ગૌતમ પરમારને સૂચના આપી ફરિયાદનો નિકાલ લાવવા માટે જણાવ્યુ હતું. JCP ગૌતમ પરમારે કાપડની ઠગાઇ થઇ હોય તે માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે, SIT બનાવી હતી. તે દરમિયાન કાપડની તમામ ફરિયાદોને સીટમાં આવરી લેવામાં આવી હતી. અનેક વેપારીઓ પોતાના રૂપિયા ડૂબી જવાના ડરથી આત્મહત્યા કરવાનો પણ વિચાર કર્યો હતો. સાથે જ નવજીવન મળતા વેપારીઓએ રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસનો આભાર માન્યો હતો.

Next Story