Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ઠાકોર સમાજના આગેવાન પર છરીથી હુમલો, પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, ઠાકોર સમાજના આગેવાન પર હુમલો.

X

અમદાવાદ પૂર્વ વિસ્તાર જાણે અસામાજિક તત્વો નું હબ બની ગયું હોય તેવા દ્રશ્યો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનથી 50 ફૂટ દૂર બે બાઈક ચાલકે આવી હાથમાં ખુલ્લા છરા સાથે ઠાકોર સમાજના પ્રદેશ મંત્રી પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો.

અમદાવાદ પૂર્વ વિસ્તાર જાણે અસામાજિક તત્વોનું હબ બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે રોજબરોજ ચોરી, લૂંટ, હત્યા જેવા કેસ સામે આવી રહ્યા છે. ફરી એકવાર અમદાવાદ પૂર્વના અમરાઈવાડી વિસ્તારમાં હુમલાની ઘટના સામે આવી છે. જેમાં ઠાકોર સમાજના પ્રદેશ મંત્રી પ્રકાશ ઠાકોર તેમના બે મિત્રો સાથે 2 વાગે જોગણી માતાના મંદિર દર્શન કરવા આવ્યા હતા ત્યારબાદ જોગણી માતાના ટ્રસ્ટની ઓફિસની બહાર બેઠા હતા ત્યારે કનક સિંહ બારડ અને યુવરાજ રણજીતસિંહ બારડ નામના બે શખ્સોએ કટાર વડે તેમના પર હુમલો કર્યો હતો.

જોકે તે ખસી જતા તેમના બે મિત્રો ઇજા પહોંચી હતી. વધુ સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોનું ટોળું ભેગું થતા હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

Next Story