અમદાવાદ: પોલીસ પર હુમલો કરનાર આરોપીઓનું નિકળ્યું સરઘસ,6 આરોપીઓની ધરપકડ

નરોડા વિસ્તારમાં પ્રોહિબિશન કેસના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર થયેલા હુમલા માં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે.

New Update
અમદાવાદ: પોલીસ પર હુમલો કરનાર આરોપીઓનું નિકળ્યું સરઘસ,6 આરોપીઓની ધરપકડ

અમદાવાદના નરોડા વિસ્તારમાં પ્રોહિબિશન કેસના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર થયેલા હુમલા માં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે.

બે દિવસ પહેલા અમદાવાદના નરોડા વિસ્તારમાં નરોડા પોલીસ પ્રોહિબિશન કેસના આરોપીને પકડવા ગઈ હતી ત્યારે આરોપીઓએ ત્યાં પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં જીગ્નેશ ઉર્ફે જીગો અને અનિલ નામના આરોપીઓ મુખ્ય આરોપી છે. તેમની સાથે કુલ 6 આરોપીઓને નરોડા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓને પકડી વિસ્તારમાં તેમનું સરઘસ પણ પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું છે.

એટલું નહિ આજે જે જગ્યાએ બનાવ બન્યો હતો ત્યાં આરોપીઓને સાથે રાખીને પોલીસએ ઘટનાનું પંચનામુ કર્યું હતું. જો કે મહત્વ ની બાબત તો એ છે કે આરોપી ઓ ગુનાહિત માનસિકતા ધરાવે છે. જેમાંથી જીગ્નેશ ઉર્ફે જીગો અને અનિલ નામના બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશનના અને પાસા હેઠળ પણ ગુના નોંધી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી ચુકી છે. ત્યારે આરોપીઓના કેટલાક ગેરકાયદે બાંધકામ પણ છે જેને તોડી પાડવા માટે પણ પોલીસે અમદાવાદ મહાનગર પાલિકાને જાણ કરી છે

Latest Stories