/connect-gujarat/media/post_banners/a117d300e0f9e8802e3583f2681643660a1097fd5da644d494de3f1f57411c41.jpg)
પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના નામે ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી ગઠિયાએ યુવતીઓને મેસેજ કર્યા હતા. આ અંગે જયંતી ભાનુશાળીના ભત્રીજાએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નરોડામાં રહેતા સુનીલ ભાનુશાળી ફ્રૂટનો વેપાર કરે છે.
તેમના કાકા જયંતી ભાનુશાળી અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય હતા અને ચારેક વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા.6 એપ્રિલે સુનિલભાઈ પર અજાણ્યા નંબર પરથી એક યુવતીનો ફોન આવ્યો અને કહ્યું હતું કે, તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કેમ કરો છો.જેથી સુનીલે કહ્યું કે આ મારા કાકા જયંતી ભાનુશાળીનો નંબર છે જેઓ ચાર વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા છે. જેથી મહિલાએ, જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર તેમના નામના આઈડી પરથી મને મેસેજ આવ્યો અને આ નંબર પર વાત કરવા માટે કહ્યું હતું. જેથી સુનીલભાઈએ તપાસ કરતા સોશિયલ મીડિયા પર તેના કાકાના નામનું એકાઉન્ટ બનાવી તેમાં તેમના અલગ અલગ ફોટો અપલોડ કર્યા હતા.
જેથી આ અંગે સુનિલભાઈએ અજાણ્યા શખ્સ સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ મામલામાં આરોપી રાજેશ મોતીરામ રુપારેલની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીનુ મર્ડર થયું હતું ગુનાના આરોપી જયંતિ ઠક્કર રાજેશ રૂપારેલના સગા થતા હોય સ્વ. જયંતિ ભાનુશાળી અને તેમના પરીવારજનોને હેરાન પરેશાન કરવા માટે આ પ્રકારના મેસેજ તેના દ્વારા કરવામાં આવતા હતા