અમદાવાદ : જુહાપુરા વિસ્તારમાં 2 રીઢા ગુનેગારોના ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું...

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નઝીર વોરાના ઝુબેદા હાઉસ નામના ગેરકાયદે બાંધકામ ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું

New Update
  • જુહાપુરા વિસ્તારમાં મનપા દ્વારા કાર્યવાહી કરાય

  • જુહાપુરામાં 2 ગુનેગારોના ઘર પર બુલડોઝર ફર્યું

  • નઝીર વોરા અને સરફરાઝ કીટલીના ઘર ધ્વસ્ત

  • પોલીસ બંદોબસ્ત વચ્ચે બાંધકામ ઉતારી લેવાયું

  • કાર્યવાહીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ 

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ગુનેગારો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખી ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામો ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છેત્યારે શહેરના જુહાપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નઝીર વોરાના ઝુબેદા હાઉસ નામના ગેરકાયદે બાંધકામ ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા પ્રકારના બાંધકામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

368 ચોરસ મીટર જેટલી જગ્યામાં આરોપીએ બાંધકામ કર્યું છેજે ગેરકાયદે હોવાને લઈને એને ડિમોલિશન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી નઝીર વોરા વેજલપુર અને સરખેજ સહિતના પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનાઓમાં આરોપી તરીકે સંડોવાયેલો છે. તો બીજી તરફજુહાપુરા વિસ્તારમાં જ સોનલ ચાર રસ્તા પાસે આવેલા અહેસાન પાર્કમાં સરફરાઝ કીટલીના ગેરકાયદે બાંધકામ ઉપર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

Latest Stories