અમદાવાદ: ૨૪ વર્ષીય ગુમ યુવતીનો હોસ્પિટલમાંથી મળ્યો મૃતદેહ, યુવતી નર્સ તરીકે ફરજ બજાવતી હતી

એસએમએસ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ ત્રણ દિવસથી ગુમ હતી. જેનો હોસ્પિટલના સાતમા માળેથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો છે.

New Update
અમદાવાદ: ૨૪ વર્ષીય ગુમ યુવતીનો હોસ્પિટલમાંથી મળ્યો મૃતદેહ, યુવતી નર્સ તરીકે ફરજ બજાવતી હતી

અમદાવાદમાં આવેલી એસએમએસ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ ત્રણ દિવસથી ગુમ હતી. જેનો હોસ્પિટલના સાતમા માળેથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીએ આત્મહત્યા કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

Advertisment

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી જમીબેન પરમાર નામની યુવતી ૧૨ તારીખે ગુમ થઈ હતી જે બાબતની જાણ પરિવારને થતા તેમણે હોસ્પિટલનો સંપર્ક કરી તપાસ કરી હતી પણ યુવતી ન મળતા પરિવારે પોલીસમાં અરજી આપી હતી.પરિવારે આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલ તંત્રે ઉડાઉ જવાબ આપ્યા હતા અને અહી ૪ દિવસથી સીસીટીવી કેમેરા પણ બંધ છે ત્યારબાદ તારીખ 15મીના રોજ હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી કે સાતમા માળેથી બંધ હોલમાં એક મૃતદેહ મળ્યો છે. આ ઘટનાની જાણકારી મળતા પોલીસે તપાસ કરતાં ગુમ થયેલ યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.તપાસ દરમિયાન પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી હતી પણ આ ઘટના અંગે પરિવારજનોએ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને ગંભીર તપાસ કરી ન્યાય મળે તેવી માંગણી કરી છે

Advertisment