અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મંત્રી મંડળ અયોધ્યા રામલલ્લાના દર્શન માટે જવા રવાના...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ રામલલ્લાના દર્શન માટે અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા રવાના થયા હતા.

New Update

અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે, ત્યારે ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌકોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે. સમગ્ર દેશમાંથી રામ ભક્તોનો પ્રવાહ અયોધ્યા તરફ વહી રહ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ રામલલ્લાના દર્શન માટે અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા રવાના થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ ભવ્ય રામ મંદિરમાં રામચંદ્રજીના શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન-અર્ચન કરશે. મુખ્યમંત્રી અને મંત્રી મંડળના સદસ્યો સાથે અયોધ્યા રામ મંદિર દર્શન માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા દંડક વિજય પટેલ અને નાયબ દંડકો પણ જોડાયા છે.