અમદાવાદ: 3 હજાર રૂપિયામાં ચોરીના મોબાઈલનો IMEI નંબર બદલતા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા મોબાઈલના IMEI બદલવાના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

New Update

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા મોબાઈલના IMEI બદલવાના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પાછલા એક વર્ષથી આરોપી ગુમ થયેલ અથવા તો ચોરી થયેલ મોબાઈલના IMEI નંબર બદલી આપતો હતો. મોટી વાત એ છે કે કોઈપણ મોબાઇલની ઓળખ તેના IMEI નંબર છે થતી હોય છે પરંતુ જો તેનો સાચો IMEI નંબર જ કાઢી તેની જગ્યાએ અન્ય નંબર આપી દેવામાં આવે તો તે મોબાઈલની ભાળ થવી અશક્ય બને છે.આરોપી અબ્દુલ ખાલીદ મોહમ્મદ વસીમ શેખ નહેરુ બ્રિજ પાસે જનપથ કોમ્પલેક્ષમાં મન્નત મોબાઇલ સ્ટોર ચલાવે છે.આરોપી પાસેથી ફેક IMEI જનરેટ કરવાનું સોફ્ટવેર પણ મળી આવ્યું છે સાથે સાથે કેટલાક ડેટા પણ મળી આવ્યા છે. જેને પોલીસે જપ્ત કર્યા છે. આરોપી આ નંબર બદલવા માટે ત્રણ થી ચાર હજાર રૂપિયા વસૂલતો હતો.અત્યાર સુધી આરોપીએ 200થી વધારે જેટલા મોબાઇલના IMEI નંબર બદલ્યા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે

Latest Stories