Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂ. 22 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે આરોપીની કરી ધરપકડ

ક્રાઇમ બ્રાંચની ટીમે વટવા ખાતેથી 22.29 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે વટવા ખાતેથી 22.29 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમી મળી હતી કે, વટવા બીબી તળાવ પાસે મહફૂઝ ઉર્ફે મુન્ના અબ્દુલ મા‌જિદ શેખ એમડી ડ્રગ્સનો જથ્થો લઇને પસાર થવાનો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ વટવા ખાતે પહોંચી ગઇ હતી અને અલગ અલગ ટીમો બનાવી ખાનગી વાહનોમાં વોચમાં હતા.આ દરમિયાન એક શંકાસ્પદ યુવકત્યાંથી પસાર થયો હતો. બાતમીદારે ક્રાઇમ બ્રાંચને ઇશારો કરતાં શંકાસ્પદ યુવકને કોર્ડન કરી લીધો હતો અને તેનું નામ પૂછ્યું હતું.

યુવકનું નામ મહફૂઝ ઉર્ફે મુન્નો અને તે વટવા નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાંચે મહેફૂઝની અંગજડતી કરતાં તેની પાસેથી વ્હાઇટ ચીકણો પદાર્થ મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે તરત જ એફએસએલની ટીમને જાણ કરી દીધી હતી. જેથી એફએસએલની ટીમ તાત્કા‌લિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ચીકણા પદાર્થનું પરીક્ષણ કર્યું હતું. ચીકણો પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આવતા ક્રાઇમ બ્રાંચે તરત જ મહેફૂઝ ધરપકડ કરી લીધી હતી. મહફૂઝ પાસેથી 222.94 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.જેની કિંમત 22.29 લાખ રૂપિયા થાય છે. એમડી ડ્રગ્સનો જથ્થો તે તેના મિત્ર ફિરોઝખાન પઠાણ પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું છે. ફિરોઝખાન પઠાણ સરખેજમાં રહે છે અને ગેરકાનૂની કામ કરવા માટે ટેવાયેલો છે.

Next Story