Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સાયબર સેફ મિશન અંતર્ગત પ્રથમ બેઠક મળી, સાયબર ક્રાઈમના પ્રશ્નો અંગે ચર્ચા કરાય

આગામી સમયમાં નાગરિકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવા માટે ખાસ બજેટ પણ ફાળવાયુ છે.

X

અમદાવાદ ખાતે સાયબર સેફ મિશન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમની પ્રથમ બેઠકમાં સાયબર ક્રાઈમના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે આગામી સમયમાં નાગરિકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવા માટે ખાસ બજેટ પણ ફાળવાયુ છે.

અમદાવાદમાં સાયબર સેફ મિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યના DGP આશિષ ભાટિયા અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ખાસ કરીને હવે જ્યારે ઓનલાઇન વેપાર અને ઓનલાઈ નાણાકીય વ્યવહાર વધવા લાગ્યા છે, ત્યારે સાયબર ફ્રોડ પણ વધી ગયા છે. જેના પગલે આ નવું અભિયાન સાયબર સેફ મિશનની શરૂઆત કરવામાં આવી છે. આજના સમયે ચોરાયેલા અને ખોવાયેલા હોય તેવા મોબાઈલ પણ સાયબર ક્રાઇમ દ્વારા પરત આપવામાં આવ્યા છે. જોકે, અત્યાર સુધીમાં મોબાઈલ ચોરીના 470 જેટલા કેસનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, ગુજરાત પોલીસે અદ્યતન ટેકનોલોજી અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓને ઉગતા જ ડામી દેવાની સજ્જતા કેળવી છે. આ સંદર્ભમાં ગુનો બને પછી તેની તપાસ કરવી અને ગુનેગાર સુધી પહોંચવાની જગ્યાએ હવે નવા જમાના અને ટેકનોલોજીને અનુરૂપ કૌશલ્ય પોલીસ બેડાએ મેળવ્યું છે. હવેનો યુગ મોબાઈલ અને ઈન્ટરનેટ તથા સાયબરનો યુગ છે, ત્યારે તેના વધતા વ્યાપ સાથે સાયબર ક્રાઇમ કરનારા લોકો પણ મોટા પ્રમાણમાં ગુનાઓને અંજામ આપી રહ્યા છે. સમાજમાં આવા પણ આવા ગુનાઓ સામે જનજાગૃતિ લાવવામાં સાયબર સેફ મિશન એક સક્ષમ માધ્યમ બની રહ્યું છે.

Next Story