Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પોલીસ કર્મચારીની દાદાગીરી સામે આવી; સિનિયર સિટીઝન પર હુમલોનો CCTV વિડીયો થયો વાયરલ

અમદાવાદ પોલીસ કર્મચારીની દાદાગીરીની ઘટના આવી સામે છે. જેમાં એક સિનિયર સિટીઝન પર હુમલો કરતા પોલીસ સામે ફરિયાદ નોંધાઈ છે.

X

અમદાવાદના કૃષ્ણનગરમાં પોલીસ કર્મચારીની દાદાગીરીની ઘટના આવી સામે છે. જેમાં એક સિનિયર સિટીઝન પર હુમલો કરતા પોલીસ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કર્મચારી અને તેના મિત્રોની દાદાગીરીના સીસીટીવી ફુટેજ આવ્યા સામે.

અમદાવાદ શહેરના કૃષ્ણનગરમાં પોલીસ કર્મચારીની દાદાગીરીની ઘટના આવી સામે છે. જેમાં એક સિનિયર સિટીઝન પર હુમલો કરતા પોલીસ સામે ફરિયાદ નોંધાઈ છે. અગાઉ કરેલી ફરિયાદની અદાવત રાખીને પોલીસ કર્મચારી અને તેના મિત્રોએ હુમલો કર્યો. આ ઘટનાથી રહીશોમાં દહેશત ફેલાઈ છે. આ સમગ્ર મામલે હાલ કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી છે. સોસાયટીના સીસીટીવી ફુટેજના દ્રશ્યોમાં પોલીસ કર્મચારી અને તેના મિત્રોની દાદાગીરી કેદ થઈ છે. એક સિનિયર સીટીઝન એક્ટિવા પર ઘરે પરત ફર્યા ત્યારે તેમને અટકાવીને હુમલો કર્યો.

મળતી માહિતી અનુસાર, કૃષ્ણનગર મહાસુખનગરમાં રહેતા 63 વર્ષીય કનકભાઈ શાહે અગાઉ પોલીસ કર્મચારી ભાવેશ રાવલ અને તેના મિત્ર ભાર્ગવ પટેલે સોસાયટીની ઓફીસમાં પ્રવેશ કરીને ધમકી આપતા ફરિયાદ નોંધાવી હતી. જેની અદાવત રાખીને ભાવેશ રાવલ, ભાર્ગવ પટેલ અને તેના મિત્રો તેમજ પરિવાજનોએ લાકડા અને પાઇપોથી કનકભાઈ પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી સ્થાનિકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

ભાવેશ રાવલ ગાંધીનગરમાં CID ક્રાઇમમાં ફરજ બજાવે છે. છેલ્લા 10 વર્ષથી આ સોસાયટીમાં રહે છે. ભાવેશ રાવલ અને તેનો મિત્ર ભાર્ગવ પટેલની સોસાયટીમાં દાદાગીરી હોવાનો આરોપ રહીશે લગાવ્યો છે. માર્ચ માસમાં સોસાયટીના ચેરમેનનું ઇલેક્શન હતું, ત્યારે ભાર્ગવ પટેલ ઇલેક્શનમાં ઉભા હતા. પરંતુ ઇલેક્શન હારી જતા તેઓએ સોસાયટી ના કમિટી મેમ્બર સાથે તકરાર અને દાદાગીરી શરૂ કરી. સોસાયટીમાં પ્રવેશ ગેટ લગાવતા મેં મહિનામાં ભાવેશ રાવલે કમિટી મેમ્બર કનકભાઈ શાહ સાથે ઝઘડો કરીને ધમકી આપી હતી. જેની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ ફરિયાદની અદાવત રાખીને કનકભાઈ પર ફરી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ બન્ને મિત્રોએ સોસાયટીના અનેક લોકોને માર માર્યો હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો હતો. હાલમાં કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જોકે, કોન્સ્ટેબલ અને તેના મિત્રોએ કરેલા જીવલેણ હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Story