અમદાવાદ : સવા મહિનાના બાળકનું હૃદય 3 વાર બંધ પડ્યું, જુઓ પછી કેવો થયો ચમત્કાર..!

સોલા વિસ્તારમાં રહેતા એક પરિવારના સવા મહિનાના બાળક હૃદયની બીમારી હતી, ત્યારે સારવાર દરમ્યાન આ બાળકનું હૃદય 3 વાર બંધ પડી ગયું હતું.

New Update
અમદાવાદ : સવા મહિનાના બાળકનું હૃદય 3 વાર બંધ પડ્યું, જુઓ પછી કેવો થયો ચમત્કાર..!

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં રહેતા એક પરિવારના સવા મહિનાના બાળક હૃદયની બીમારી હતી, ત્યારે સારવાર દરમ્યાન આ બાળકનું હૃદય 3 વાર બંધ પડી ગયું હતું. જોકે, દેવદૂત સમાન તબીબોએ યોગ્ય સારવાર આપી બાળકને નવું જીવનદાન આપ્યું છે.

અમદાવાદના સોલા વિસ્તારના રહેવાસી એક પરિવારનું સવા મહિનાનું બાળક એક દિવસ રાત્રે અચાનક ગંભીર રોગનો શિકાર બન્યું હતું. જેમાં આ બાળકને દૂધ પીવામાં ખૂબ તકલીફ પડતાં તે વધારે રડવા લાગ્યો હતો. સાથે જ શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી. ઉપરાંત બાળકનું ભાન અચાનક ઓછું થઈ ગયું હતું અને છેવટે બાળક કોમામાં સરી પડ્યો હતો. આવી અતિ ગંભીર પરિસ્થિતિમાં બાળકને અમદાવાદના મેમનગર ખાતે આવેલી ડિવાઇન ઇન્સ્ટિટયૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બાળકોના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલે બાળકના આરોગ્યની તપાસ કરી ત્યારે માલુમ પડ્યું કે, બાળકના ધબકારા અતિશય વધારે હતા. જેમાં બાળકનું હૃદય એક મિનિટમાં 300 વાર કરતાં પણ વધારે ઝડપથી ધબકતું હતું. સામાન્ય રીતે આટલી ઉંમરે બાળકના ધબકારા 100 જેટલા હોવા જોઈએ તેને કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ એકદમ ઓછું થઈ ગયું હતું.

જેથી બાળકના મગજ ઉપર ખૂબ જ ગંભીર અસર થઇ હતી. બાળકને 6 વખતે ખેંચ પણ આવી ગઈ હતી. બાળકના હૃદય નું પમ્પિંગ માત્ર 5 ટકા જેટલું હતું. ઉપરાંત બાળકનું બીપી એટલું ઓછું થઈ ગયું હતું કે, જેને માપવું પણ અશક્ય હતું. સાથે જ બાળકના ફેફસા ઉપર પણ ગંભીર અસર થતાં ઇન્ફેક્શનનું પ્રમાણ પણ ઘણું વધુ હતું. આ તકલીફને કારણે બાળકના લીવર અને કિડની જેવા મહત્વના અંગો પણ ફેઇલ થવા આવી ગયા હતા. તબીબો દ્વારા બાળકને તુરંત જ વેન્ટિલેટર સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો, અને હૃદયનું પમ્પિંગ મજબૂત કરવા માટે 4 અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન સતત ચાલુ કરવામાં આવ્યા, બાળકને આવતી ખેંચો બંધ કરવા 3 અલગ અલગ પ્રકારની દવાઓ ચાલુ કરવામાં આવી હતી. આ સારવાર દરમિયાન બાળકનું હૃદય ખૂબ જ નાજુક પરિસ્થિતિમાં હતું. શરૂઆતના 48 કલાકમાં જ બાળકનું હૃદય 3 વખત બંધ થતાં પણ પંપીંગ કરીને ત્રણેય વખત ચાલુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હૃદયના ધબકારા 6 વખત અનિયમિત થયા હતા છતાં બાળકને 6 વખત હૃદય પર કરંટ આપીને ધબકારા નિયમિત કરવામાં આવ્યા હતા. જેને મેડિકલ ભાષામાં synchronised cardioversion કહેવાય છે, ત્યારે હૃદયના ધબકારા નિયમિત રાખવા માટે 4 પ્રકારના ઇન્જેક્શન સતત ચાલુ કરવામાં આવ્યા હતા. ગંભીર બીમારીથી પીડાતા બાળકને યોગ્ય સારવાર આપવા તબીબો સામે આ કેસ સૌથી મોટો ચેલેન્જિંગ પોઈન્ટ હતો.

Latest Stories