Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: એન્ટ્રી કરવા 100 રૂપિયાની લાંચ લેતો હતો હોમગાર્ડ, એસીબીએ ઝડપી પાડ્યો

એસીબીએ સફળ ડીકોય કેસ કરી આરોપીની ધરપકડ કરી લીધી

અમદાવાદ: એન્ટ્રી કરવા 100 રૂપિયાની લાંચ લેતો હતો હોમગાર્ડ, એસીબીએ ઝડપી પાડ્યો
X

એક તરફ દિવાળીને લઈ એસીબીએ એક પ્રેસનોટ જાહેર કરીને કાર્યવાહી કરવા સૂચના પણ આપી હતી. રૂપિયા ઉઘરાણી બંધ કરવા જણાવવામાં આવેલ પરંતુ આમ છતા રૂપિયા ઉઘરાવવાનું ચાલું જ રહ્યું છે. આ મામલે એસીબીને એક સફળતા હાથ લાગી છે. જેમાં એક હોમગાર્ડ જવાન 100 રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયો છે. એસીબીએ સફળ ડીકોય કેસ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.

માહિતી પ્રમાણે એક જાગૃત નાગરિક દ્વારા એસીબીને માહિતી આપીને હોમગાર્ડ જવાન શાદાબ રશીદખાન શેખ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તે ઇસનપુર પોલીસ સ્ટેશન પી.સી.આર વાનમાં કાર્યરત હતો. આરોપીએ લાંચ પેટે 100 રૂપિયાની માંગણી કરી હતી અને તેને 100 રૂપિયા સ્વીકારેલ પણ છે જે એસીબીએ રિકવર પણ કર્યા છે. એસીબીએ નારોલ ચોકડી, ટ્રાફિક ચોકીની બહાર આ કાર્યવાહી કરી છે. એસીબી અમદાવાદની ખાનગી રાહે આધારભૂત માહિતી મળી હતી કે રાત્રી દરમિયાન ફરજ પરના પોલીસ, હોમગાર્ડ જવાનો લોડીંગ વાહન ચાલકો પાસેથી એન્ટ્રીના નામે લાંચ પડાવે છે. જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ સહકાર આપનાર ડિકોયનો સંપર્ક કરી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. કામના આરોપીએ સહકાર આપનાર ડિકોય સાથે હેતુલક્ષી વાતચીત કરી ડિકોયર પાસે એન્ટ્રી પેટે ગેરકાયદેસર લાંચની રકમ 100 રૂપિયાની માંગણી કરી હતી. આરોપી લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાય ગયો છે. આ ડિકોય કરનાર અધિકારી એસ. એન. બારોટ પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ ગ્રામ્ય હતા અને સુપરવિઝન કે. બી. ચુડાસમા મદદનીશ નિયામક અમદાવાદ એકમનું હોવાનું સામે આવ્યું છે.

Next Story