અમદાવાદ : રાજયના ચકચારી કિશન ભરવાડ હત્યાકેસની તપાસ હવે NIA કરશે

રાજયના ચકચારી કિશન ભરવાડ હત્યાકેસમાં હવે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી ( એનઆઇએ)ની એન્ટ્રી થઇ છે.

New Update
અમદાવાદ : રાજયના ચકચારી કિશન ભરવાડ હત્યાકેસની તપાસ હવે NIA કરશે

રાજયના ચકચારી કિશન ભરવાડ હત્યાકેસમાં હવે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી ( એનઆઇએ)ની એન્ટ્રી થઇ છે...

અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ હત્યા મામલે રોજબરોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. પહેલા આરોપીઓનું પાકિસ્તાન અને આતંકી કનેક્શન સામે આવ્યુ ત્યાર બાદ વિદેશી કનેક્શન ખૂલતા તપાસના ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ મામલે હવે સેન્ટ્રલ એજન્સી પણ તપાસમાં જોડાઇ છે. સમગ્ર કાવતરાની NIA પણ તપાસ કરશે. મૌલાના કમર ગની ઉસમાની અને ઐયુબના કનેક્શનને લઇને તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.

દિલ્હીથી ઝડપાયો મૌલાના કમર ગની ઉસમાની યુવાનોનું બ્રેઇન વૉશ કરતો હતો. મૌલાના કમર ગની ઉસમાની લગભગ 6 વખત ગુજરાત આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જે યુવાનો કટ્ટરવાદી માનસિકતા ધરાવતા હોય તેઓનું બ્રેઇન વૉશ કરતો હતો. આવા ઘણા યુવાનો મૌલાના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે.આટલુ ઓછુ હોય તેમ સોશિયલ મીડિયામાં પણ તે યુવાનોને ટાર્ગેટ બનાવતો હતો. અમદાવાદ જમાલપુર મસ્જિદ મૌલાના ઐયુબ જાવરવાલા અંગે વધુ એક ખુલાસો થયો છે.મૌલાનાએ જજબા એ શહાદત નામના 1500 જેટલા પુસ્તક છપાવ્યા હતા. મસ્જિદમાં આવનાર દરેક યુવકને તે આ પુસ્તક ફ્રીમાં આપતો હતો. મૌલાના ઐયુબે લખેલા આ પુસ્તકમાં કટ્ટરવાદી વાતોનો ઉલ્લેખ થયો હોવાનો પણ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

Latest Stories