Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : દર્દીના પરિવારે તબીબને લગાવ્યો રૂ. 59 લાખનો ચૂનો, જુઓ કેવી રીતે આચરી છેતરપિંડી..!

અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં તબીબને દર્દીના પરિવારે ચૂનો લગાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

X

અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં તબીબને દર્દીના પરિવારે ચૂનો લગાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોનાના બિસ્કીટ પર હોલમાર્ક લગાવવાના બહાને 1 કિલોના 10 બિસ્કિટ લઈને સોની દંપતી ફરાર થયું છે, ત્યારે હાલ તો પોલીસે દંપતી સહિત 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં તબીબને દર્દીના પરિવારે જ રૂપિયા 59 લાખનો ચૂનો લગાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નહેરુનગર વિસ્તારમાં ડાયાબિટીસ કેર એન્ડ હોર્મોન્સ ક્લિનિક ચલાવતા ડોક્ટર બંસીલાલ સાબુએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના એક દર્દી શાંતિલાલ સોનીના પુત્ર ભરત સોની કીર્તિ સોની અને પુત્રવધુ મનીષા સોનીએ સોનાના બિસ્કીટ પર હોલમાર્ક લગાવવાના બહાને રૂપિયા 59.50 લાખની છેતરપિંડી કરી આચરી છે. ડોક્ટર પરિવારને આરોપીઓએ રૂ. 59 હજાર 500માં એક તોલાના ભાવે સોનુ વેચ્યું હતું. જેથી ડોક્ટરે એક કિલો સોનું આરોપીઓ પાસેથી ખરીદ્યું હતું. પરંતુ સોનાના બિસ્કીટ ઉપર હોલમાર્ક નહીં હોવાથી આરોપીઓ હોલમાર્ક કરી આપવાનું કહીને સોનાના બિસ્કીટ પરત લઈ ફરાર થઈ જતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધ્યો છે. આ સાથે જ સેટેલાઇટ પોલીસે વહેલી તકે આરોપીઓનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Next Story