/connect-gujarat/media/post_banners/5e09d011eab09f5f14f1c47ecb1fab449330ba0461e3a97683c729c829543409.webp)
અમદાવાદમાં પહેલા વેપારમાં વિશ્વાસ કેળવી બાદમાં કરોડોનો માલ લઈ પૈસા ન આપનાર એક રીઢા આરોપીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
એક બાજુ રાજ્યભરમાં વ્યાજખોરો સામે તવાઈ ચાલી રહી છે તો બીજીબાજુ છેતરપિંડી અને વિશ્વાસઘાતની પણ અનેક ફરિયાદો થઈ રહી છે ત્યારે અમદાવાદમાં પહેલા વેપારમાં વિશ્વાસ કેળવી બાદમાં કરોડોનો માલ લઈ પૈસા ન આપનાર એક રીઢા આરોપીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ ગીરફતમાં ઉભેલ આ આરોપી પર છેતરપિંડી અને વિશ્વાસ કેળવી કરોડોનો માલ ચાઉ કરી જવાનો આરોપ છે.શહેરના થલતેજ શિલજ રોડ પર યલો એવન્યુમાં રહેતા અનુજ શરાફે ગોતા સવ્ય સ્વરાજમાં રહેતા સંદીપ ચૌહાણ અને વૈષ્ણોદેવી પાસે ફેસ્ટીવલ રેસિડન્સીમાં રહેતા નિકેતન જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી . જે મુજબ આરોપીઓએ ફરિયાદી સાથે ઘરોબો કેળવીને પ્રથમ માલનો ઓર્ડર આપી ૨૫ લાખ જેટલું પેમેન્ટ ૧૫ દીવસની મુદતમાં ચૂકવી દીધું હતું. આ રીતે અનેકવાર માલ મંગાવી પ્રથમ ફરિયાદી અને તેના ભાગીદાર તેમજ બજારમાં વેપાર કરતા વેપારીઓનો વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં બંને આરોપીએ ફરિયાદીએ તેના ભાગીદાર તેમજ અન્ય વેપારીઓ પાસેથી રૂ.૬,૩૯,૦૭,૫૩૩ની મત્તાના સળીયાનો માલ ખરીદી પૈસા ચૂકવ્યા ન હતા.આમ આરોપીઓએ આયોજનબદ્ધ રીતે ઠગાઈ આચરી હતી.આ ફરિયાદ મળ્યા બાદ આરોપી સંદીપ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બીજો આરોપી ફરાર છે પોલીસના કહેવા મુજબ આરોપી સંદીપ સામે અગાઉ અમદાવાદ અને રાજ્ય બહાર પણ અનેક ગુન્હા દાખલ થયા છે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે