/connect-gujarat/media/post_banners/82f1e290fd2f18008512e51f81b0c7ca8ceb5d87b0c88b7666a5369be1a88d2f.webp)
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા એક મહિલાના મકાન પર તલવારના ઘા ઝીંકવામા આવ્યા હતા ઉપરાંત વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સીસીટીવી ફૂટેજમાં દેખાતા આ બન્ને શખ્સો અગાઉની અદાવત રાખીને મજજો નામની મહિલાના ઘર પર હુમલો કરી રહ્યા છે આ બને આરોપીઓના નામ છે મોહમદ સરવર અને મોહમદ અરસદ.આ બંને શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે બંને આરોપીઓ વિરુદ્ધ લૂંટ અને મારામારીના અનેક ગુના અગાઉ પણ નોંધાઈ ચુક્યા છે.બાપુનગર પોલીસની ગીરફતમાં આવેલા બંને આરોપીઓએ અગાઉની જૂની અદાવત મજજો નામની મહિલા સાથે હતી જેની અદાવતમાં આ હુમલો કર્યો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. ઉપરાંત આ બન્ને આરોપીએ આ ગુનો આચર્યા બાદ એક રાહદારીને પણ લૂંટી લીધો હતો જેમાં મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ ચલાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવી ચૂક્યુ છે.ઉપરાંત આ બન્ને આરોપીઓએ ભેગા મળીને 20 જેટલા ગુના અગાઉ આચરેલા હોવાનું સામે આવ્યું છે