/connect-gujarat/media/post_banners/21257e488b57f9d62b29a554cb2a42f7a7f841d1fa213ec3eaf0845d6a460872.jpg)
અમદાવાદમાં હેવાન પિતાની સોલા પોલીસે ધરપકડ કરી છે.આરોપી પિતા તેની નવ વર્ષની બાળકીને માર મારીને ચીપિયા વડે ડામ આપતો હતો.
અમદાવાદના સોલા વિસ્તારમાં સગા પિતાએ નવ વર્ષની બાળકી પર અત્યાચાર ગુજારી અસહ્ય માર માર્યો હોવાની ક્રૂર ઘટના સામે આવી એટલું જ નહીં પિતાએ જ તેની દીકરીને ચીપિયા વડે તેને ડામ પણ દીધા હતા. આ મામલે અત્યાચારી પિતા સામે અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપી પિતા જીતુ રબારીની સોલા પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા બંનેએ છૂટાછેડા લીધા હતા. અને સમજૂતીથી બાળકીને તેના પિતા પોતાની સાથે લઈ ગયા હતા. ત્યાર બાદ તેના પિતા જીતુ રબારી બાળકીને અસહ્ય ત્રાસ આપ્યો હતો.અને નાની વાતોમાં અને ઘરકામ કરવા બાબત બાળકીને માર મારી શરીરના અલગ અલગ ભાગ પર ડામ આપતો હતો.