/connect-gujarat/media/post_banners/4cc0ed8b85c33976a8dd22d0b591742b98d9843c562211fccc0062ae1864b5a6.jpg)
દિપાવલીના તહેવારોની આગવી ઓળખ સમાન દીવડાઓની કિમંતમાં વધારો જોવા મળી રહયો છે. દીવડાઓની માંગ સામે ઉત્પાદનમાં વધારો થયો હોવાના કારણે ભાવમાં 15 થી 20 ટકાનો વધારો નોંધાયો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે....
દિવાળીનો તહેવાર એટલે ઉમંગ અને ઉલ્લાસનો તહેવાર. છેલ્લા બે વર્ષથી દિપાવલી પર્વની ઉજવણી એકદમ સાદગીથી કરવાની ફરજ પડી હતી. કોરોનાના કહેર બાદ આ વર્ષે સ્થિતિ સામાન્ય છે. બજારોમાં અવનવી ડીઝાઇનના કોડીયાઓ અને દીવડાઓ વેચાણ માટે આવી ચુકયાં છે. આ ઉપરાંત ઘરના આંગણાને દીપાવતી રંગોળીના પણ અનેક કલરો ઉડીને આંખે વળગી રહયાં છે. બે વર્ષ બાદ બજારોમાં દિવાળીની ભારે ખરીદી જોવા મળી રહી છે પણ વેપારીઓ હજી ચિંતિંત છે.
દીવાળીના તહેવારોમાં દીવડા, તોરણ અને રંગોળીનો લાખો રૂપિયાનો વેપાર થતો હોય છે. બે વર્ષથી કોરોનાના કારણે ધંધો નહિ થવાથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયાં છે. દીવડા તથા કોડીયાનું નંગ પ્રમાણે વેચાણ થતું હોય છે ત્યારે નંગ દીઠ 15 થી 20 રૂપિયાનો વધારો જોવા મળી રહયો છે. કોરોનાની મહામારીમાં અનેક લોકોએ તેમના સ્વજનો ગુમાવી દીધાં છે અને તેઓ દિવાળી ઉજવવાના નથી તેવામાં કોડીયા અને દીવડાઓની ખરીદીમાં લોકો નિરસ જણાય રહયાં છે. દીવાળી પહેલાં કુંભાર પરિવારો માટીના દીપકો અને કોડીયાઓ બનાવવાનું શરૂ કરી દેતાં હોય છે.