Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: સાયલા હાઇવે પર થયેલી કરોડો રૂપિયાની ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો,જુઓ શું પોલીસનું ઓપરેશન ડીપ સર્ચ !

રાજકોટ અમદાવાદ હાઇવે પર સાયલા પાસેથી જઈ રહેલી બોલેરો કાર જેમાં કરોડો રૂપિયાની ચાંદી અને ઈમિટેશન જ્વેલરી ભરેલી હતી જેની 17 ફેબ્રુઆરીના લૂટ થઈ હતી.

અમદાવાદ: સાયલા હાઇવે પર થયેલી કરોડો રૂપિયાની ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો,જુઓ શું પોલીસનું ઓપરેશન ડીપ સર્ચ !
X

અમદાવાદ સાયલા હાઈવે પર થયેલી કરોડોની ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો છે.992 કિલો ચાંદી અને ઈમિટેશન જ્વેલરી લઇને અમદાવાદ તરફ જતી બોલેરો ગાડીને આંતરી ડ્રાઇવર અને ક્લીનરનું અપહરણ કરી લૂંટ ચલાવવામાં આવી હતી આ મામલે પોલીસે મધ્યપરદેશથી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટ અમદાવાદ હાઇવે પર સાયલા પાસેથી જઈ રહેલી બોલેરો કાર જેમાં કરોડો રૂપિયાની ચાંદી અને ઈમિટેશન જ્વેલરી ભરેલી હતી જેની 17 ફેબ્રુઆરીના લૂટ થઈ હતી. ચાંદી ચોરીની લૂંટને અંજામ આપવાની ઘટના કોઈ ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી હતી. લૂંટની ઘટના સામે આવતા રાજકોટ રેન્જ, સુરેન્દ્રનગર પોલીસ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આરોપીઓને પકડવા કામે લાગી હતી. જેમાં 10 દિવસ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મધ્યપ્રદેશથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે હજી પણ 12 જેટલા આરોપી પોલીસ પકડથી દૂર છે.લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચ દ્વારા "ઓપરેશન ડીપ સર્ચ" શરૂ કરી અલગ અલગ ટીમોને મધ્યપ્રદેશ મોકલવામાં આવી હતી. જ્યાંથી તપાસમાં સામે આવ્યું કે લૂટ કર્યા બાદ મુદ્દામાલ જે ટ્રકમાં ભરી ગયા હતા તે ટ્રકના માલિક દમણ હતા જેની પૂછપરછમાં સામે આવ્યું કે તેણે ટ્રક મધ્યપ્રદેશનાં દેવાસમાં જીતેન્દ્ર ઝાંઝાને વેચી દીધી છે. જેના આધારે પોલીસે જીતેન્દ્ર ઝાંઝાની ધરપકડ કરી હતી. જે બાદ જીતેન્દ્રનાં સાગરીતોએ ચાંદીની લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જીતેન્દ્ર ઝાંઝાની પૂછપરછમાં સામે આવ્યું કે ચાંદી લૂંટનો મુદ્દામાલ દેવાસના ચૌબારાધીરા ગામમાં રહેતા જીતેન્દ્ર ચૌહાણના મકાનની પાછળના ભાગમાં વરંડામાં દાટવામાં આવ્યો છે. પોલીસે તપાસ કરતા 75 કિલો એટલેકે 50 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે જીતેન્દ્ર ચૌહાણ તેના પત્ની બબીતા ચૌહાણ તેમજ કુંદન સુથારની ધરપકડ કરી છે.પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું કે સાયલા ચાંદી લૂંટમાં ટ્રક માલિક જીતેન્દ્ર ઝાંઝાએ તેના સાળા અને અન્ય લોકો મારફત દાગીના છુપાવવા 10 ટકા ભાગ આપવાનું નક્કી કર્યું હતું. જેથી જીતેન્દ્ર અને તેની પત્નીએ પોતાના ઘરના પાછળના વરંડામાં ચાંદી દાટી હતી.

Next Story