Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રૂટ જાહેર, ભગવાન જગન્નાથજી આ રૂટ પર નીકળશે નગરચર્યામાં...

શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગામી 20મી જૂને યોજાશે. રથયાત્રાને લઈને જમાલપુર મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રૂટ જાહેર, ભગવાન જગન્નાથજી આ રૂટ પર નીકળશે નગરચર્યામાં...
X

શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગામી 20મી જૂને યોજાશે. રથયાત્રાને લઈને જમાલપુર મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ ભગવાન મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા બાદ તેમને પહેરાવવામાં આવતા વાઘા, સોનાના દાગીના અને શણગાર આજે વાજતે ગાજતે ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા. 20 જૂને યોજાનારી રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા, સાધુ-સંતો અને ભક્તો સાથે1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવશે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.18 જૂનના રોજ ભગવાન જગન્નાથ મામાના ઘરેથી પરત ફરશે ત્યારે ગર્ભગૃહમાં તેમની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ કરવામાં આવશે.

આ રૂટ પર રથયાત્રા નીકળશે.


  • સવારે 7 વાગે રથયાત્રાનો પ્રારંભ
  • 9 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
  • 9:45 વાગ્યે રાયપુરા ચકલા
  • 10:30 વાગ્યે ખાડિયા ચાર રસ્તા
  • 11:15 વાગ્યે કાલુપુર સર્કલ
  • 12 વાગ્યે સરસપૂર
  • 1:30 વાગે સરસપુરથી પરત
  • 2 વાગે કાલુપુર સર્કલ
  • 2:30 વાગે પ્રેમ દરવાજા
  • 3:15 વાગે દિલ્હી ચકલા
  • 3:45 વાગે શાહપુરા દરવાજા
  • 4:30 વાગે આર.સી હાઇસ્કૂલ
  • 5 વાગે ઘી કાંટા
  • 5:35 વાગે પાનકોર નાકા
  • 6:30 વાગે માણેક ચોક
  • 8:30 વાગે નિજ મંદિર પરત
Next Story