Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : U-20 સમિટની શેરપા બેઠકનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપથિતિમાં શુભારંભ કરાયો...

આ અવસરે ભારતના G-20 શેરપા અમિતાભ કાંત, G-20 રાષ્ટ્ર સમૂહના પ્રતિનિધીઓ તેમજ શેરપા ઉપસ્થિત રહ્યા હતા.

X

રાજ્યના સૌથી મોટા નગર અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપથિતિમાં U-20 સમિટની શેરપા બેઠકનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપથિતિમાં અમદાવાદ ખાતે U-20 સમિટની શેરપા બેઠકનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, સમગ્ર વિશ્વમાં શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે શહેરી વિકાસની યોજનાઓની ડિઝાઈન એવી હોવી જોઈએ, જેમાં અસંતુલિત વિકાસ, પર્યાવરણીય અસંતુલન અને સાર્વજનિક સેવા વિતરણનું સમાધાન હોય. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, આપણા શહેરો આર્થિક વિકાસ ઉપરાંત સામાજિક અને સાંસ્કૃતિક વિકાસના ચેતના કેન્દ્ર પણ છે. આ અવસરે ભારતના G-20 શેરપા અમિતાભ કાંત, G-20 રાષ્ટ્ર સમૂહના પ્રતિનિધીઓ તેમજ શેરપા ઉપસ્થિત રહ્યા હતા.

Next Story