/connect-gujarat/media/post_banners/77976b371a47a949376b7c2287be86f3b788e301c57f8193e3272c0e93b16303.jpg)
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વના બંદોબસ્તમાં ગયેલાઓ પોલીસકર્મીઓ પૈકી 85 જેટલા કોરોના પોઝીટીવ આવતાં દોડધામ મચી છે. કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં 350 જેટલા પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે છતાં લોકો ગંભીરતા સમજતા નથી તેથી જનતાને પોતાની જવાબદારી સમજાવવા કાયદાનું પાલન કરાવવા માટે પોલીસ વિભાગ કાર્યરત છે. કોરોનાની બીજી લહેરમાં અમદાવાદમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને અધિકારીઓ સંક્રમિત થયા હતા અને 19 પોલીસકર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્રીજી લહેરની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 350 થી વધુ જવાનો સંક્રમિત થઇ ચુક્યા છે પણ ઉતરાયણના દિવસે બંદોબસ્તમાં રહેલ જવાનો પેકી એક સાથે 85 જવાનો પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ફફડાટ છે. કંટ્રોલરૂમના એસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, દરેક પોલીસકર્મીને વેક્સિનનો ત્રીજો ડોઝ મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત જો કોઈ પણ પોલીસ કર્મીમાં કોરોનાના સામાન્ય લક્ષણ પણ દેખાઈ તો આરટીપીસીઆર ટેસ્ટની પણ વ્યવસ્થા કરાય છે. દરેક પોલીસ સ્ટેશનમાં કોરોના ગાઇડલાઇનનું ફરજીયાત પાલન કરવા મૌખિક આદેશ પણ આપવામાં આવ્યા છે.