Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રાજ્ય સરકારે પ્રીમિયમ દર, બાંધકામ કિંમત અને પેઇડ FSIના દરમાં ઘટાડો જાહેર કર્યો

ગુજરાતમાં 15 એપ્રિલથી જંત્રીના દરમાં ડબલ ગણો વધારો અમલી બનાવવાના એક દિવસ પહેલાં રાજ્ય સરકારે કેટલીક રાહતો જાહેર કરી છે.

X

ગુજરાતમાં 15 એપ્રિલથી જંત્રીના દરમાં ડબલ ગણો વધારો અમલી બનાવવાના એક દિવસ પહેલાં રાજ્ય સરકારે કેટલીક રાહતો જાહેર કરી છે. જે બાબતે બિલ્ડરોનું કહેવું છે કે સરકારે હજુ પણ એક વખત ફેર વિચારણા કરવી જોઈએ

ગુજરાતમાં 15 એપ્રિલથી જંત્રીના દરમાં ડબલ ગણો વધારો અમલી બનવાના એક દિવસ પહેલાં રાજ્ય સરકારે કેટલીક રાહતો જાહેર કરી છે. ખાસ કરી, પ્રીમિયમમાં દરમાં ઘટાડો, બાંધકામની કિંમતમાં ઘટાડો અને ખરીદવી પડતી એફએસઆઈના દરમાં ઘટાડો કર્યો છે. સૌથી મોટી રાહત અર્ફોડેબલ હાઉસિંગમાં આપવામાં આવી છે. રહેણાંક ઝોનમાં 66 ચોરસ મીટરથી 90 ચોરસ મીટર સુધીના બાંધકામમાં પેઈડ એફએસઆઈના 40 ટકાના બદલે 20 ટકા ચૂકવવા પડશે જેથી અર્ફોડેબલ હાઉસિંગના મકાનોની કિંમતમાં કોઈ વધારો થશે નહીં. જોકે, આર-1, આર-2, આર-3 અને ટ્રાન્ઝીસ્ટ ઓરીએન્ડ ઝોન(ટીઓઝેડ)માં આંશિક રાહત આપતા અહીં મકાનોની કિંમત 10થી 15 ટકા સુધી વધી શકવાની ભીતિ છે. જો કે, સરકારે રિડેવલપમેન્ટ અને એનએની ફાઈલો જે ઈન્વર્ડ થઈ હોય તેમાં કોઈ પણ પ્રકારની રાહત આપી નથી. રાજય સરકારે કરેલા નિર્ણયને ક્રેડાઈએ આવકાર્યો હતો પરંતુ રિડેવલપમેન્ટમાં જતા પ્રોજેકટ માટે પણ અર્ફોડેબલ હાઉસીંગમાં જે રાહત આપી તે રાહત આપવાની માંગણી પણ બિલ્ડરોએ વ્યકત કરી છે.

Next Story