Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: શાંતિપ્રિય ગણાતો જૈન સમાજ આંદોલનના માર્ગે, જુઓ શું છે કારણ

એક તરફ સરકાર દેશભરમાં અનેક જુનવાણી જગ્યાઓને હેરિટેજ જાહેર કરી તેને પર્યટન સ્થળોમાં ફેરવી રહી છે.

X

એક તરફ સરકાર દેશભરમાં અનેક જુનવાણી જગ્યાઓને હેરિટેજ જાહેર કરી તેને પર્યટન સ્થળોમાં ફેરવી રહી છે. જેથી કરી લોકો આ સ્થળો પર આવે અને તેના ઇતિહાસ વિશે જાણી શકે પરતું કેન્દ્ર સરકારના આ નિર્ણયથી જૈન સમાજના લોકો નારાજ જોવા મળે છે. સરકાર દ્વારા સમ્મેદ શિખર જે જૈન સમાજનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે તેને ટુરિસ્ટ સ્થળ તરીકે જાહેર કરતાં જૈન સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે

આજે અમદાવાદ ખાતે સમ્મેદ શિખર બચાવવા માટે રેલી કાઢવામાં આવી હતી સરકાર તેનો નિર્ણય પાછો લે એવી માંગ કરવામાં આવી છે.સરકાર પરિપત્ર રદ કરે નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story