Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કાકાએ જ ભત્રીજાના મકાનમાં કરી ચોરી, પોલીસે કરી આરોપી કાકાની ધરપકડ...

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં કૌટુંબિક કાકાએ જ ભત્રીજાના મકાનમાંથી રૂપિયા 9 લાખની ચોરી કરી હતી,

X

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં કૌટુંબિક કાકાએ જ ભત્રીજાના મકાનમાંથી રૂપિયા 9 લાખની ચોરી કરી હતી, ત્યારે પોલીસે આરોપી કાકાની ધરપકડ કરી ચોરી થયેલી રકમ પરત અપાવતા ભત્રીજાએ પોલીસનો માન્યો આભાર માન્યો હતો.

આમ તો ખાખીની ઓળખ કડક અને સંવેદનશીલ તરીકેની હોય છે. પણ આજ પોલીસ ફોર્સ માનવતાના કામમાં આગળ પડતાં ઉદાહરણ આપે છે. આવું જ એક ઉદાહરણ અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાંથી સામે આવ્યું છે. જ્યાં એક શ્રમિક પરિવારે પોતાનું મકાન બનાવવા માટે તનતોડ મહેનત કરી 9 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. પણ આ જ લાખો રૂપિયાની ચોરી થતાં પોલીસે આ મામલાની ગંભીરતા સમજી તપાસ હાથ ધરી હતી. પાલડી વિસ્તારમાં આવેલ ઓપેરાના છાપરામાં તેના પરિવાર સાથે ફરિયાદી રહે છે, અને તેનું ઘર બનાવવા માટે રૂપિયા ભેગા કરતો હતો. જેમાં 9 લાખ રૂપિયા રોકડ ભેગા થયા હોવાની જાણ તેના મકાનની પાછળના મકાનમાં રહેતા કૌટુંબિક કાકાને થઈ હતી, ત્યારે કૌટુંબિક કાકાએ જ ભત્રીજાના મકાનમાંથી રોકડ રકમની તસ્કરી કરી હતી, ત્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તપાસમાં કૌટુંબિક કાકાએ જ ભત્રીજાના મકાનમાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

જોકે, ચોરીનો ભેદ ઉકેલાતા ફરિયાદી અને તેના પરિવારે પોલીસનો ખૂબ આભાર માન્યો હતો. કારણ કે, આ રૂપિયા તેના મકાન લેવા માટે વર્ષોથી ભેગા કર્યા હતા. અને ચોરી થતાં તેમનું મકાનનું સ્વપનું અધૂરું રહી જશે તેવું લાગ્યું હતું. પરતું પોલીસ આરોપી પકડી ફરિયાદીને તેના રૂપિયા પરત કરાવ્યા હતા. આરોપીએ 9 લાખ રૂપિયામાંથી 1 લાખ રૂપિયા મુથૂટ ફાઇનાન્સમાંથી લીધેલી લોનમાં ભર્યા હતા, અને 1લાખ રૂપિયા તેના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી અરવિંદ મોરડીયાને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.

Next Story