અમદાવાદ ખાતે આવેલ શાહ આલમ દરગાહમાં ગેર વહીવટ મુદ્દે મુસ્લિમ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત વકફ બોર્ડમાં ચેરમેન પદે સુન્ની મુસ્લિમોની નિમણૂક કરવા મુસ્લિમોની પ્રબળ માંગ છે.
અમદાવાદ ખાતે આવેલ શાહ આલમ દરગાહમાં ગેર વહીવટ મુદ્દે મુસ્લિમ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ હજ સમિતિની રચના કરવા અંગે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને અભિનંદન પાઠવતા શાહ આલમ દરગાહના ખીદમતગાર સૂબાભાઈ પઠાણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં 98% થી વધુ વસ્તી ધરાવતી સુન્ની મુસ્લિમ સમાજના સભ્યની નિમણૂક કરવી જોઈએ તેવી લાગણી અને માંગણી સુન્ની સમાજમા પ્રબળ બની છે. ગુજરાત વકફ બોર્ડમાં છેલ્લી મિલકતો નોંધાયેલી છે તેમાં ૯૯ ટકા મિલકતો સુન્ની મુસ્લિમોની છે જેથી કરીને ગુજરાત ભાજપ સરકાર દ્વારા સુન્ની મુસ્લિમ સમાજમાં અન્યાય ન થાય તેવી માંગ કરી છે.
અમદાવાદ શાહ આલમ દરગાહમાં હાલમાં થઈ રહેલા ગેરવહીવટથી મુસ્લિમ સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે. હાલમાં શાહઆલમ દરગાહના જવાબદારો શાહઆલમ દરગાહના પ્રશ્નોને કોરાણે મૂકી પોતાની મનમાની કરી રહ્યા છે એ સહિતના આક્ષેપ કરવામાં આવ્યા હતા