Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કોરોનાની ત્રીજી લહેરની આશંકા, NIDMના રીપોર્ટે વધારી ચિંતા

NIDM તરફથી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો, દેશમાં ઓક્ટોબર મહિનામાં ત્રીજી લહેરની આશંકા.

X

કોરોનાની બે વિનાશકારી લહેર બાદ હવે ઓકટોબર મહિનામાં ત્રીજી લહેરની સંભાવના વ્યકત કરવામાં આવી છે. નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી તૈયાર કરવામાં આવેલાં રીપોર્ટમાં ત્રીજી લહેરમાં બાળકોએ ખાસ સર્તકતા રાખવા તાકીદ કરાય છે.

કોરોનાના કેસમાં ઘટાડો થતાં લોકોએ હાશકારો લીધો છે તેવામાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટના રીપોર્ટે ચિંતા વધારી છે. ગૃહ મંત્રાલયના નિર્દેશ પર નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ઓક્ટોબરમાં ત્રીજી લહેરની આશંકા વ્યકત કરાય છે. રિપોર્ટમાં ત્રીજી લહેર દરમિયાન બાળકોને લઈને વધારે સાવધાની વર્તવાના સલાહ આપવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો દેશમાં રસીકરણની ઝડપને વધારવામાં ન આવે તો ત્રીજી લહેરમાં દરરોજ સંક્રમિત થનારા લોકોની સંખ્યા 6 લાખ સુધી પહોંચી શકે છે. આમ આ રિપોર્ટ બાદ દેશમાં ફરીવાર કોરોનાને લઈને ચિંતા વધી છે. બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછત બેડ ના મળવાની અનેક ફરિયાદો ઉઠી હતી પણ ત્યારબાદ સરકાર તરફથી સંપૂર્ણ તૈયારીનો દાવો કરવામાં આવ્યો છે.

Next Story