/connect-gujarat/media/post_banners/cc698c34343a1a090e339b421d8062c139cc6248928fdc88fc3502df0e5fad6f.jpg)
અમદાવાદમાં આવેલ શાસ્ત્રી બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહયો છે ત્યારે મહાનગર પાલિકા આ બ્રિજનું સમારકામ ક્યારે કરાવશે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે
મોરબીમાં પુલ દુર્ઘટના બાદ હવે રાજ્યમાં જર્જરિત પુલોની ચર્ચા શરૂ થઈ છે ત્યારે રાજ્યના અનેક શહેરોમાં આવી દુર્ઘટના રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે રાજ્યના સૌથી મોટા મોટા મહાનગર અમદાવાદના નારોલ વિશાલાને જોડતો શાસ્ત્રી બ્રિજ ખખડધજ હાલતમાં છે. જે બ્રિજની હાલત અતિ ગંભીર છતાં તંત્ર આંખ આડા કાન કરી ઘોર નિદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે.શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ ને જોડતા આ બ્રિજ પરથી મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે. પણ AMC અને સત્તાધીશો મોટી હોનારતની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.શું અમદાવાદમાં પણ મોટી દુર્ઘટના ની રાહ જોવાઈ રહી છે? હજુ કેટલાક નિર્દોષ તંત્રની બેદરકારીનો ભોગ બનશે? લોકો તંત્રને સવાલ કરી રહ્યાં છે કે શું મોરબી દુર્ઘટના બાદ એએમસી કઈ શીખ લેશે ખરું? આ બ્રિજ પરની રેલિંગ પણ જર્જરિત હાલતમાં છે તો સાથે બ્રિજના કૉલમ પણ નબળી હાલતમાં છે ત્યારે મોરબી જેવી દુર્ઘટના સર્જાય એવો ડર સ્થાનિકોને સતાવી રહયો છે
મોરબીમાં પુલ તૂટી જતાં 135 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે અમદાવાદમા વાહનોથી સતત ધમધમતા આ બ્રિજનું સમારકામ તંત્ર ક્યારે કરાવે છે એ જોવાનું રહેશે