Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી કફ સીરપની 200 બોટલ સાથે 2 આરોપીની કરી ધરપકડ

ગેરકાયદેસર રીતે કોડિન કન્ટેન્ટ ધરાવતી સીરપને ડોક્ટરની પરમીશન વગર જ ગેરકાયદેસર રીતે વેચતા હતા.

X

રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે નશાકારક પદાર્થો નું વેચાણ વધી રહ્યું છે ત્યારે અમદાવાદ SOGની ટીમે નશાના ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત કફ સીરપની 200 બોટલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓ પર નશાના ઉપયોગમાં લેવાતી કફ સીરપની બોટલો હેરાફેરી કરવાનો આરોપ લાગ્યો છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ આવી કફ સીરપ ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હતા. પકડાયેલા આરોપીઓના નામ છે આરીફ બેગ મિર્ઝા અને યાસીન ઉર્ફે ઘાંચી શેખ. છેલ્લા થોડા સમયથી બહેરામપુરા અને જમાલપુર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કોડિન કન્ટેન્ટ ધરાવતી સીરપને ડોક્ટરની પરમીશન વગર જ ગેરકાયદેસર રીતે વેચતા હતા.

આ અંગે પોલીસને ચોક્કસ માહિતી મળતા પોલીસે દાણીલીમડા લાલજી પરમાર હોલના ત્રણ રસ્તા પાસેથી આ બન્ને શખ્સોને અટકાવી તેમની પાસેથી 200 નંગ જેટલી કફ સીરપની બોટલ મળી આવી હતી.બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે છેલ્લા 6 માસથી ગેરકાયદેસર રીતે સફી નામનો વ્યક્તિ આરોપીઓને આ કફ સીરપનો જથ્થો પૂરો પાડતો હતો. વિરાટનગર વિસ્તારમાં થઈ આ જથ્થો અમદાવાદ શહેરમાં સપ્લાય કરવામા આવતો હતો.. જેને પગલે પોલીસે કફ સીરપની બોટલ અને રિક્ષા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story