Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: બે કિસ્સા જેમાં પોલીસને માર મારવા આવ્યો અને ધમકી આપવામાં આવી

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે એવી ઘટના બની જેમાં પોલીસ પર હુમલો કર્યો તો ક્યાંક પોલીસ સાથે વાહન ચાલકે ઘર્ષણ કરી ધમકી આપી હતી.

અમદાવાદ: બે કિસ્સા જેમાં પોલીસને માર મારવા આવ્યો અને ધમકી આપવામાં આવી
X

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે એવી ઘટના બની જેમાં પોલીસ પર હુમલો કર્યો તો ક્યાંક પોલીસ સાથે વાહન ચાલકે ઘર્ષણ કરી ધમકી આપી હતી. બાપુનગરમાં બે કોમ વચ્ચે થયેલી માથાકૂટમાં પોલીસનો હોલ્ટ રાખવામાં આવ્યો હતો. ત્યારે ત્યાં શખ્સોએ આવીને આરોપીના નજીકના લોકોને ધમકીઓ આપી હતી. તો સાથે ત્યાં હાજર પોલીસને પણ ધમકીઓ આપી ઝપાઝપી કરી મારામારી કરી હતી. તો બીજીતરફ ઇસનપુરમાં પણ એક પોલીસ કોન્સલ્ટેબલને ધમકી મળતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.અમદાવાદ શહેરના બાપુનગર પોલીસસ્ટેશનમાં હરદેવસિંહ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓના પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયો હતો. જેમાં બે કોમ વચ્ચેની બબાલ હોવાથી મનુસાહેબની ચાલી ખાતેના ઘટનાસ્થળે પોલીસનો પોઇન્ટ ગોઠવવામાં આવ્યો હતો. ગઇકાલે પોલીસ અહીં હાજર હતી. ત્યારે લિસ્ટેડ ગુનેગાર મોહમંદ સિકંદર ભુરજી તથા અન્ય એક શખ્સ ગાડીમાં ત્યાં આવ્યા હતા.

મારામારીના ગુનાના આરોપી જશુજી ઠાકોરના ઘર આગળ આ શખ્સોએ આવીને બોલાચાલી શરૂ કરી હતી. જશુએ અને તેના દીકરાએ અમારા સમાજના છોકરાને માર્યા છે અને તમારા ઘર આગળ પોલીસની ગાડી હોલ્ટ કરાવી છે તો જોઇએ છીએ કેટલા દિવસ પોલીસની ગાડી હોલ્ટ કરાવશો, અમારા છોકરા આવશે એટલે તેમને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જેથી ત્યાં હાજર પોલીસે આ બંને શખ્સોને રોકવા જતા ઝપાઝપી કરી ધમકી આપવા લાગ્યા હતા કે, તમારે પોલીસે વચ્ચે આવવાનું નથી. નહિ તો જાનથી માંરી નાંખીશ. ત્યારે સિકંદરનો ભાઇ પોતાનું ત્યાં વાહન લઇને આવ્યો અને પોલીસ સાથે મારામારી કરવા લાગ્યો હતો. બાદમાં પોતાની પાસે રહેલી છરી મારવા જતા હાજર પોલીસે બળપ્રયોગ કરી આરોપી આરીફને પકડી અન્ય પોલીસ સ્ટાફ બોલાવી તેઓને સોંપ્યો હતો. જેથી પોલીસે આરોપી સિકંદર ભાડભુજા તેના ભાઇ આરીફ ભાડભુજા અને અન્ય એક શખ્સ સામે સરકારી ફરજમાં રૂકાવટ, ધમકી આપવી જેવી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો બીજીતરફ શહેરના ઇસનપુર વિસ્તારમાંથી પસાર થતાં કાગડાપીઠના પોલીસ કોન્સ્ટેબલ સાથે પણ મારામારીની ઘટના બની હતી. કોન્સ્ટેબલ જઇ રહ્યા હતા ત્યારે વાહન ચલાવવા બાબતે તેઓની સાથે એક કાર ચાલકે બબાલ કરી હતી. બાદમાં તેઓની સાથે ઝપાઝપી કરી વિશાલા સર્કલ ક્રોસ કરીને આવ એટલે બતાવું તેવી ધમકી આપતા કોન્સ્ટેબલે આ મામલે ફરિયાદ નોંધાવતા ઇસનપુર પોલીસે પણ ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

Next Story