અમદાવાદ: ગુજરાત માટે હજુ બે દીવસ ભારે,જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી

ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી દક્ષિણમાં રેડ તો મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ !

New Update
અમદાવાદ: ગુજરાત માટે હજુ બે દીવસ ભારે,જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં શુક્રવાર સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનાર 5 દિવસ ગુજરાત કોસ્ટ માટે ભારે છે.દક્ષિણ ગુજરાતના ડાંગ,નવસારી,વલસાડ સહિતના આસપાસના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જૂનાગઢ કોડીનાર સહિતના જિલ્લામાં અતિભારે વરસાદ થાય તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે તો સાથે કચ્છમાં પણ અનરાધાર વરસાદ થશે જેને લઈને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા પણ ચેતવણી આપી છે.15 તારીખથી આ વરસાદી સિસ્ટમ વધારે સાકરીયા થશે જેને કારણે આ બધા રિજિયનમાં વધારે વરસાદ થશે આમ રાજ્યમાં હજી આફત વર્ષે તેવી સંભાવના છે.