Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ઉમિયાધામ પાટીદાર ઉત્કર્ષની પગદંડી બનશે : ગૃહમંત્રી અમિત શાહ

અમદાવાદમાં નિર્માણ પામશે ભવ્ય ઉમિયાધામ ઉમિયાધામના નિર્માણ માટે 1,500 કરોડ રૂા.નો ખર્ચ

X

રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં પાટીદાર સમાજના મનામણા ચાલી રહયાં છે ત્યારે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં અમદાવાદમાં ઉમિયાધામનો શિલાન્યાસ કરાયો. અમદાવાદમાં ઉમિયાધામના નિર્માણની કામગીરીનો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, રૂ. 1500 કરોડના ખર્ચે મંદિર સાથે અનેકવિધ સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ અહીં ધમધમતી થશે. માત્ર મંદિર જ નહિ પણ પાટીદાર સમાજ ઉત્કર્ષની પણ પગદંડી બનશે. આ શિલાન્યાસ એ શ્રધ્ધા, ભક્તિ અને ઉત્કર્ષના સંકલ્પનો શિલાન્યાસ છે.

અમદાવાદમાં 74 હજાર વાર સાથે ભવ્ય વ્યવસ્થા ઊભી કરાઈ છે. નાગરશૈલીની પ્રાચીન થીમ પર 255,160 અને 132 ફૂટના શિખર કળશ સાથેનું ભવ્ય મંદિર બનશે. મંદિરમાં ક્યાંય લોખંડનો વપરાશ કરવામાં આવશે નહિ. રૂપિયા 1500 કરોડના ખર્ચે મંદિર બનવા જઈ રહ્યું છે. ઉમિયાધામમાં ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ સહિતની નવી ઈમારતો બનાવવામાં આવશે. સમાજનાં 1200 કરતાં પણ વધુ દીકરા-દીકરીઓ માટે સ્કૂલથી લઈને માસ્ટર ડીગ્રી સુધીની વ્યવસ્થા કરાશે.

Next Story