Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સાંસ્કૃતિક વક્તવ્ય સ્પર્ધા યોજાય…

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યની 603 કોલેજોના 5 હજારથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

અમદાવાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સાંસ્કૃતિક વક્તવ્ય સ્પર્ધા યોજાય હતી. ગુજરાત સાંસ્કૃતિક વક્તવ્ય સ્પર્ધામાં રાજ્યની 603 કોલેજોના 5 હજારથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ વિજેતા યુવાનોને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, આપણા સાંસ્કૃતિક તહેવારો અને પરંપરાઓનું અનેરું મહત્વ છે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણા દેશમાં 31મી ડિસેમ્બર જેવા પશ્ચિમી તહેવારોનું કદાચ દિવાળી કરતાં વધુ મહત્વ ન હોય, તેમ છતાં અહીં ઘણા તહેવારો આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.

જોકે, આ સ્પર્ધાનું આયોજન NSS, રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને 'સેવ કલ્ચર સેવ ઈન્ડિયા' ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. ગુજરાતની NSS સાથે જોડાયેલી 600 કોલેજોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. લગભગ 5,500 વિદ્યાર્થીઓએ તેમના સુંદર વક્તવ્ય આપ્યા હતા. જેમાં સ્વચ્છ સાયબર ઈન્ડિયા, ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ, મૂલ્ય આધારિત શિક્ષણ, એક ભારત શ્રેષ્ઠ ભારત, રાષ્ટ્રીય સેવા યોજના, નમ્રતા, સંસ્કૃતિ, સદ્ગુણ સંરક્ષણ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા. યુવાનોમાં જે વિષયની માંગ છે તેના પર તેમના વિચારો વ્યક્ત ક્રાંતિકારી મંતવ્યો રજૂ કર્યા હતા.

આ સ્પર્ધામાં પ્રથમ આવનાર સ્પર્ધકને 1 લાખ રૂપિયાની ઈનામી રકમ સાથે 'ગુજરાતના શ્રેષ્ઠ સાંસ્કૃતિક વક્તા' તરીકે બિરદાવવા આવ્યા હતા. તો દ્વિતીય ક્રમના વિજેતાને 71 હજાર રૂપિયા અને ત્રીજા ક્રમે આવનાર સ્પર્ધકને 51 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની મુખ્ય વાત એ હતી કે, ગુજરાતના તમામ ઝોનમાંથી અલગ-અલગ દ્રષ્ટિકોણ સાંભળવા મળ્યા હતા. લોકોની વિચારધારા શું છે તે જાણવા મળ્યું. વિવિધ ભાષાઓ, અલગ-અલગ મંતવ્યો સાંભળવા મળ્યા. સાથે જ બોલવાની નવી રીતો પણ શીખવા મળી. આયોજકોના જણાવ્યા અનુસાર, સ્પર્ધાનો ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવાનો અને યુવાનોમાં પરંપરાગત મૂલ્યો જાળવી રાખવાનો છે.

Next Story