અમદાવાદ : ઈન્શ્યોરન્સ પોલિસીના નાણાં પરત અપાવવાના બહાને રૂ. 35 લાખ પડાવનાર 2 શખ્સ ઝડપાયા

નિવૃત્ત શિક્ષકને ઇન્શ્યોરન્સ પોલિસીના વાર્ષિક પ્રિમિયમના નાણાં પરત આપાવવાના બહાને રૂ. 35 લાખની છેતરપિંડી

New Update
અમદાવાદ : ઈન્શ્યોરન્સ પોલિસીના નાણાં પરત અપાવવાના બહાને રૂ. 35 લાખ પડાવનાર 2 શખ્સ ઝડપાયા

અમદાવાદ શહેરના એક નિવૃત્ત શિક્ષકને ઇન્શ્યોરન્સ પોલિસીના વાર્ષિક પ્રિમિયમના નાણાં પરત આપાવવાના બહાને રૂ. 35 લાખની છેતરપિંડી આચારનાર ગેંગના મુખ્ય આરોપીઓની સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે.

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા પાશ પટેલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત માર્ચ મહિનાથી કેટલાક અજાણ્યા લોકોએ તેમને ફોન કરીને તેમને ભરેલી પોલિસીના પ્રિમિયમના નાણાં પરત આપવા તથા વીમો ઉતરાવવા માટે એક વર્ષ દરમિયાન અલગ અલગ પ્રોસીજર ચાર્જ પેટે 8 જેટલી બેન્ક એકાઉન્ટમાં 35,13,467 રૂપિયા પડાવ્યા હતા. જોકે, પૈસા ભર્યા બાદ કોઈ પોલિસી કે, રિટર્ન નાણાં આપ્યા નહોતા અને તેમની સાથે છેતરપિંડી કરી હતી.

જે મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ દ્વારા ફરિયાદને લઈને તપાસ કરવામાં આવી, ત્યારે ટેકનિકલ એનાલિસિસ કરતા આરોપીઓએ ઉત્તરપ્રદેશમાં રહીને ગુનાને અંજામ આપ્યું હોવાનું જાણવા મળતા એક ટીમ ઉત્તરપ્રદેશ ગઈ હતી. અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે છેતરપિંડી કરતી ગેંગના શુભમ અધિકારી અને સતેન્દ્ર જાટવ નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ ગેંગના સાગરીતો પહેલા લોકોને ફોન કરીને તેમને લીધેલ પોલિસી બાબતમાં કોઈ તકલીફ હોવા અંગે પૂછપરછ કરતા હતા. ત્યારબાદ વિગતો જાણીને અન્ય આરોપીઓ વીમા પોલિસીના સેટલમેન્ટ કરવાનું કહીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા, ત્યારે હાલ તો ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories