Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : નોકરી છુટી જતાં બન્યાં બેરોજગાર, શરૂ કરી દીધું નકલી નોટ છાપવાનું

કોરાના કાળમાં નોકરી છુટી જતાં પાંચેય આરોપીઓએ નકલી નોટો છાપવાનું શરૂ કરી દીધું

X

અમદાવાદ એસઓજીએ નકલી ચલણી નોટો સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડયાં હતાં. કોરાના કાળમાં નોકરી છુટી જતાં પાંચેય આરોપીઓએ નકલી નોટો છાપવાનું શરૂ કરી દીધું હતું.

આપ જે યુવાનોને જોઇ રહયાં છો તેમણે નકલી નોટ છાપી હતી. જેમાં આરોપી પ્રાગ ઉર્ફે પકો વાણિયો, હરેશ ઉર્ફે સલમાન ડભાણી, વિજય ડભાણી અને દિવ્યાંગ ઉર્ફે આર્યન ડભાણીએ મળી આ નકલી નોટો છાપીને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા ષડયંત્ર રચ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગૃપને નકલી નોટો છપાઈ રહી હોવાની બાતમી મળતા સાબરમતીથી પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સર્ચ દરમિયાન નારોલ વિસ્તારમાં એક મકાનમાં નકલી નોટો છાપવાનું પ્રિન્ટર અને 2.26 લાખની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર કેસમાં માસ્ટર માઈન્ડ પરાગ વાણિયો છે. પરાગે બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે અને RTOમાં કેશિયર ની નોકરી કરતો હતો. પરંતુ લોકડાઉનમાં તેની નોકરી છૂટી જતા તે બેકાર થઈ ગયો હતો પરાગે યુટ્યુબ પર નકલી નોટો છાપવા માટેની ટેકનીક શીખી હતી અને તેના મિત્રોને આ ષડ્યંત્રમાં સામેલ કર્યા હતા. નકલી નોટો છાપવા માટે આરોપીઓએ નારોલમાં એક મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાંજ પ્રીન્ટિગ કરી નોટો બનાવતા હતા.અત્યાર સુધીમાં આરોપીઓએ 2.60 લાખની નોટો છાપી હોવાનું સામે આવ્યું છે. SOGએ પકડેલા આરોપીઓમાંથી 3 વિદ્યાર્થી છે. શોર્ટકટમાં પૈસા કમાવવા નકલી નોટો છાપવાનું શરૂ કર્યુ હતું.

Next Story