Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ કરાયું...

X

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પીપલ્સ પાર્કનું લોકાર્પણ

ચાંદલોડિયા વોર્ડમાં રેલવે ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરાયું

થલતેજ અને રાણીપ વોર્ડમાં ગાર્ડનના કામોનું કરાયું લોકાર્પણ

અષાઢી બીજના પાવન અવસરે ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના લોકસભા વિસ્તારમાં કુલ 73 કરોડના પ્રજાલક્ષી વિકાસકાર્યોની ભેટ ધરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિંધુભવન ખાતે ક્રેડાઈ, અમદાવાદ-સીએસઆર ફાઉન્ડેશન દ્વારા ડેવલપ કરવામાં આવેલા પીપલ્સ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પાર્કમાં 15 હજાર વૃક્ષો, 3 હજાર રોપાઓ, વોકિંગ ટ્રેક, આર્ટ પ્લાઝા સહિતની વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભા વિસ્તારના ચાંદલોડિયા વોર્ડમાં રૂ. 66.72 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ તથા થલતેજ અને રાણીપ વોર્ડમાં ગાર્ડન જેવા કામોની ભેટ ધરી હતી. આ પ્રસંગે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ અષાઢી બીજ તેમજ કચ્છી નવવર્ષની લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Story