અમદાવાદમાં રાજ્યમાં પ્રથમ વખત શહેરી વિકાસ રાષ્ટ્રીય કોંકલેવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનું ઉદ્ઘાટન સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવમાં દેશભરની મહાનગરપાલિકાના કમિશનર ભાગ લઈ રહ્યા છે જે બે દિવસ અર્બન ડેવલોપમેન્ટ પર મંથન કરશે તો સાથે આ કોન્કલેવમાં ટી.પી.સ્કીમની પ્રક્રિયા સરળ બનાવવા ઉપરાંત લોકલ એરિયા પ્લાન પર પણ ચર્ચા કરવામાં આવશે.
આ પ્રસંગે સી.એમ.ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સ્માર્ટ ક્લાસ રૂમથી સ્માર્ટ આંગણવાડી ,સ્માર્ટ પાર્કિગથી સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ , સ્માર્ટ ડ્રેનેજથી સ્માર્ટ વોટર મેનેજમેન્ટ અને સ્માર્ટ ચાર્જીંગથી સ્માર્ટ ઇલેક્ટ્રીક બસ જેવા અસંખ્ય પ્રયાસોની સામાન્ય માનવીના જીવન પર સકારાત્મક અસર વર્તાઈ રહી છે અને ઇઝ ઓફ લીવીંગ સરળ બની રહ્યું છે.કોન્કલેવમાં શહેરના મેયર કિરીટ પરમાર, મુખ્ય સચિવ મુકેશ કુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા, સાબરમતી વિકાસ બોર્ડના ચેરમેન કેશવ વર્મા સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા