/connect-gujarat/media/post_banners/93f073c2e6f93a6ce50c58d94ef571c760e6aa4ee7dd8659ae42868821cccf28.jpg)
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત રસીકરણ અભિયાન પર ધ્યાન આપવામાં આવ્યું છે અને આજથી વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદના આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેકસીનેશન શરૂ કરાયું છે. સરકાર તરફથી કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો જથ્થો આપવામાં આવ્યો છે. સરકાર તરફથી કોવિશિલ્ડના 18 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 25 હજાર ડોઝ કો-વેક્સિન આપવામાં આવ્યા છે. વિદેશમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા ભારતમાં પણ તકેદારીના ભાગરૂપે જે પણ લોકોને વેક્સીનનો પ્રિકોશન ડોઝ બાકી હોય તેને લેવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ અમદાવાદમાં વેક્સિનનો જથ્થો જ ઉપલબ્ધ નહોતો અને રાજ્ય સરકાર પાસે વેક્સિનની માંગણી કરવામાં આવી હતી. ત્યારે આજથી આ જથ્થો આવતા અર્બન હેલ્થ સેન્ટર પર વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે.