અમદાવાદ : મહાનગરની 700થી વધુ શાળાઓમાં વેકસીનેશનની શરૂઆત

અમદાવાદની શાળાઓમાં વેકસીનેશનનો પ્રારંભ થયો છે ત્યારે હિરામણી સ્કુલ ખાતે રાજયસભાના સાંસદ નરહરિ અમીને હાજર રહી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

અમદાવાદ : મહાનગરની 700થી વધુ શાળાઓમાં વેકસીનેશનની શરૂઆત
New Update

અમદાવાદની શાળાઓમાં વેકસીનેશનનો પ્રારંભ થયો છે ત્યારે હિરામણી સ્કુલ ખાતે રાજયસભાના સાંસદ નરહરિ અમીને હાજર રહી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

રાજયની શાળાઓમાં વેકસીનેશનના મહા અભિયાનની શરૂઆત થઇ છે. અમદાવાદમાં વિવિધ શાળાઓમાં પ્રથમ દિવસે છાત્રોને વેકસીન આપવામાં આવી હતી. શહેરના એસજી હાઇવે પર આવેલી હીરામણી સ્કૂલમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન હાજર રહયાં હતાં. તેમણે વેકસીનેશનની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હજી ઘણા વાલીઓ વેક્સિનેશન માટે સમંતિ નથી આપી પણ કોરોના થી બચવાનો એક માત્ર ઉપાય વેક્સીન છે તેથી દરેક બાળકોએ વેક્સીન લેવી જોઈએ.

શાળામાં વેકસીન લેનાર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, મારા ઘરેથી વેકસીન લેવાની મંજુરી આપવામાં આવી હતી. વેક્સીન લીધા બાદ અમને 30 મિનિટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતાં. હું પણ મારા દરેક મિત્રોને અપીલ કરું છું કે જો વેક્સીન ના લીધી હોઈ તો લઇ લે તે હિતાવહ છે.

#Gujarat #ConnectGujarat #Ahmedabad #school #Narendramodi #COVID19 #Vaccination #teenagers #MegaDrive #HiramaniSchool #NarhariAmin #Studentsvaccination
Here are a few more articles:
Read the Next Article