Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: હવે નાના બાળકોને પણ મુકાશે રસી, ઓક્ટોબર માસમાં આવી રહી છે બાળકો માટેની કોરોના વેક્સિન

આગામી ઓક્ટોબર મહિનામાં લોન્ચ થશે બાળકોની રસી, રાજ્યની કેડિલા હેલ્થ કેર કંપની લોન્ચ કરશે રસી.

X

કોરોના કાળ વચ્ચે નાના બાળકોને સુરક્ષિત રાખવા આગામી ઓક્ટોબર માસમાં કોરોના વેક્સિન આવી રહી છે. ગુજરાતની કેડીલા હેલ્થ કેર કંપની બાળકો માટેની ઝાયકોવ-ડી રસી લોન્ચ કરી રહી છે.

દેશના માતા-પિતા માટે મોટા સમાચાર આવ્યા છે. કોવીડ-19 કાળમાં નાના બાળકો માટે ઓક્ટોબર માસથી વેક્સીનેશન શરુ થઇ જશે. ગુજરાતની કેડીલા હેલ્થ કેર કંપની પોતાની ઝાયકો વ-ડી રસી લોન્ચ કરી રહી છે. આ વેક્સીન વિશ્વની પહેલી DNA આધારિત વેક્સીન છે. આ વેક્સીનને ગત મહિને ભારતીય ઔષધ નિયંત્રણ વિભાગે મંજૂરી આપી હતી. ઓક્ટોબર મહિનાથી ઝાયડસ કેડીલા કંપની એક મહિનામાં 10 મિલિયન ડોઝનું ઉત્પાદન શરુ કરશે.

આ એકમાત્ર કંપની એવી છે જેને નાના બાળકો માટે વેક્સીન નું ઉત્પાદન કરવા માટે મંજૂરી મળી છે. દેશની વસ્તીના 1.4 બિલિયન નાગરિકોમાંથી 825.9 મિલિયન ડોઝ બાળકો માટે તૈયાર કરશે. વેક્સિન ત્રણ તબક્કામાં લેવાની રહેશે.જેનો પહેલો ડોઝ 0 દિવસ, પછી બીજો ડોઝ 28મા દિવસે, ત્રીજો અને છેલ્લો ડોઝ 56માં દિવસે લેવાનો રહેશે. નાના બાળકોને ધ્યાનમાં લઇ આ વેક્સીન સોય રહિત છે અને 'ટ્રોપીસની મદદથી અપાશે જે બાળકોને ચામડી પર આપશે તેનાથી દર્દનો અહેસાસ સુદ્ધા નહિ થાય.

Next Story