Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વાડજમાં થયેલી રૂ. 4.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, મહારાષ્ટ્રના શખ્સની ધરપકડ...

વાડજ વિસ્તારમાં દોઢેક મહીના પહેલાં આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને સોનાના દાગીના ભરેલી બેગ લઈ ફરાર થયેલા મહારાષ્ટ્રના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

X

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં દોઢેક મહીના પહેલાં આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને સોનાના દાગીના ભરેલી બેગ લઈ ફરાર થયેલા મહારાષ્ટ્રના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

ગત તા. 1લી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારીના મોપેડ પરથી સોના-ચાંદીના દાગીના અને ડાયમંડ ભરેલી બેગની ઉઠાંતરી કરી એક શખ્સ ફરાર થઈ ગયો હતો. આરોપીએ અન્ય ત્રણ લૂંટારૂઓ સાથે મળીને આ બનાવને અંજામ આપ્યો હતો. જોકે, લૂંટ કર્યા બાદ આરોપી મુદ્દામાલ સાથે તેના વતન મહારાષ્ટ્રના નંદુરબાર જતો રહ્યો હતો, અને મુદ્દામાલનો ભાગ પાડવા માટે અમદાવાદ આવ્યો હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીને ઝડપી 4.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આરોપી ઉપેશ અભંગેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, કુબેરનગરના આરોપી વિશાલ તનવાણી અને પ્રતીક પનવેકરે લૂંટના ગુનાને અજામ આપવા ષડયંત્ર રચ્યું હતું. જેમાં 2 આંગડિયા પેઢીને ટાર્ગેટ કરીને 4 દિવસ સુધી રેકી કરી હતી. જેમાં અમૃત કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓને ટાર્ગેટ કર્યા હતા. તપાસમાં એ પણ સામે બહાર આવ્યું કે, લૂંટ કરવા માટે ઉપેશને મહારાષ્ટ્રથી અમદાવાદ બોલાવ્યો હતો, અને ઓઢવમાં એક મકાન ભાડે રાખીને લૂંટનો સમગ્ર પ્લાન બનાવ્યો હતો. એટલું જ નહીં, સ્થાનિક આરોપીનું નામ ન ખૂલે તે માટે ઉપેશને લૂંટ માટે બોલાવીને કાવતરું ઘડ્યું હતું. પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં લૂંટારાઓનો ભાંડો ફૂટ્યો, અને મુખ્ય આરોપી ઝડપાય જતાં અન્ય આરોપીના પણ નામ બહાર આવ્યા છે.

Next Story